તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ક્લબ યુવીના આયોજકો નોરતામાં માતાજીની આરતી ઉતારી નવરાત્રી મનાવશે

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ અને અમદાવાદ બંને સ્થળે નવરાત્રી મહોત્સવનું આયોજન રદ કરવાનો નિર્ણય કર્યો

ક્લબ યુવી સતત અગિયાર વર્ષથી નવરાત્રીનું આયોજન કરી રહ્યું છે જેમાં દર વર્ષે 11થી 12 હજાર ખેલૈયાઓ અને 30 હજારથી વધુ પ્રેક્ષકો લાભ લે છે. આટલા વિશાળ આયોજનમાં સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવા છતાં પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય સાથે સમાધાન થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ક્લબ યુવીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ વર્ષે રાજકોટ અને અમદાવાદ બંને સ્થળે નવરાત્રી મહોત્સવનું આયોજન રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે નવલા નોરતા દરમિયાન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ખૂબ માર્યાદિત સંખ્યામાં મળીને ઉમિયા માતાજીની ફક્ત આરતી કરવા માટેનું આયોજન કર્યું છે. જેનો સોશિયલ મીડિયા મારફતે લોકો લાભ લઇ શકશે. શહેરમાં વધતા જતા સંક્રમણને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...