તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદ્યોગો પ્રભાવિત:ઉદ્યોગોમાં ઓર્ડર પૂરા થઈ શકતા નથી રો-મટિરિયલ્સ ન મળતા એકમો બંધ

રાજકોટ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • સૌરાષ્ટ્રનો એન્જિનિયરિંગ, મશીન ટુલ્સ, ઓટોમોબાઈલ ઉદ્યોગ પ્રભાવિત થયો

ઓક્ટોબર માસ પછી ઉદ્યોગોમાં વપરાતા આયર્ન, સ્ટીલ જેવા રો-મટિરિયલ્સમાં ભાવવધારો થયો છે. જેને હિસાબે રાજકોટનો એન્જિનિયરિંગ, મશીન ટુલ્સ, ઓટોમોબાઈલ ઉદ્યોગ, ટેક્સટાઈલ્સ, મશીન ઉદ્યોગ પ્રભાવિત થયો છે. એક બાજુ એક્સપોર્ટના ઓર્ડરનો ભરાવો છે, પરંતુ સામે પૂરતા પ્રમાણમાં રો-મટિરિયલ્સ નહિ મળવાથી ઉદ્યોગકારો ઓર્ડર કન્ફર્મ કરી શકતા નથી.

કેટલાક કિસ્સામાં તો રો-મટિરિયલ્સ નહિ મળવાને કારણે ઓર્ડર કેન્સલ કરવા પડે છે. પરિણામે ઉત્પાદન 25 ટકા ઘટ્યું છે. જ્યારે નાના એકમો બંધ કરવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. જોકે વધતા જતા ભાવ સામે ઉદ્યોગકારો, બિલ્ડર્સમાં રોષ ફેલાયો છે. રો-મટિરિયલ્સના ભાવવધારા સામે રાજકોટના બિલ્ડર્સે એક દિવસની હડતાળ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

રો-મટિરિયલ્સના ભાવવધારાના કારણો અને હાલની પરિસ્થિતિ

 • પહેલા રો-મટિરિયલ્સના ઓર્ડર ડીલરો ફોન પર લઈ લેતા હતા હવે ઓર્ડર લખાવવા ઉદ્યોગકારોને રૂબરૂ જવું પડે છે.
 • ડીલરોએ માલ મગાવવાનો બંધ કરી દીધો છે. અથવા તો ગાડી રસ્તામાં છે આવતા વાર લાગશે તેવા બહાના ધરે છે.
 • મોટા આૈદ્યોગિક એકમો છે તે ડાયરેક્ટ કંપની સાથે ડીલ કરીને તેની પાસેથી મગાવી લે છે અને સ્ટોર કરી દે છે.
 • ઉદ્યોગકારોને ઓર્ડર મળે ત્યારે રો-મટિરિયલ્સનો ભાવ અલગ હોય છે. જો ભાવ ઘટે તો તેઓને ઓછા ભાવે માલ આપવાનું દબાણ કરવામાં આવે છે અને રો-મટિરિયલ્સના ભાવ વધે તો ઓર્ડર સમયે જે ભાવ હોય તે જ ગણતરીમાં લેવાય છે.
 • ઓર્ડર લખાવ્યાના 15 -20 દિવસ બાદ માલ મળે છે. જેથી ઉત્પાદન પ્રક્રિયા તૂટી જાય છે.
 • કોવિડ પછી ઉદ્યોગ-ધંધા ખૂલતાની સાથે જ રો-મટિરિયલ્સની ડિમાન્ડ વધી. ઘરઆંગણે બનતું રો-મટિરિયલ્સ વિદેશમાં જવા લાગ્યું તેથી ભાવમાં ધાર્યા કરતા ઉછાળો આવ્યો.
 • નાના ઉદ્યોગોની વર્કિંગ કેપિટલ વધી ગઇ. પેમેન્ટની ચૂકવણીમાં મુદ્ત ઓછી પડે છે. નાણાભીડ વધી રહી છે.

દેશના ઉદ્યોગો માટે રો-મટિરિયલ્સ રિઝર્વ રાખી દેવું જોઈતું હતું
સ્થાનિક ઉદ્યોગોને આત્મનિર્ભર બનવું હોય તો પણ રો-મટિરિયલ્સના અભાવને કારણે તેઓ નથી થઈ શકતા. નાના ઉદ્યોગો આત્મનિર્ભર બને તે માટે રિઝર્વ રાખી દેવાની જરૂર હતી. ઈએન સિરીઝ સ્ટીલનો ભાવ ઓક્ટોબર માસમાં 46 રૂપિયા હતો તેનો હાલમાં ભાવ રૂ. 64નું કિલો થયું છે. - નરેન્દ્રભાઈ પાંચાણી, જોઈન્ટ સેક્રેટરી રાજકોટ એન્જિનિયરિંગ એસો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો