શિક્ષણ વિભાગનો શાળાઓને આદેશ:આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે પ્રાથમિક શાળાઓમાં ભારતમાતાનું પૂજન કરવા આદેશ

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં 1 ઓગસ્ટને સોમવારથી ભારતમાતાનું વિદ્યાર્થીઓએ પૂજન કર્યું હતું. - Divya Bhaskar
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં 1 ઓગસ્ટને સોમવારથી ભારતમાતાનું વિદ્યાર્થીઓએ પૂજન કર્યું હતું.
  • રાજકોટમાં પૂજન થવા લાગ્યા

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે શિક્ષકો અને અધ્યાપકોના સંગઠન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, 1 ઓગસ્ટથી તમામ સ્કૂલમાં અને કોલેજોમાં ભારત માતાનું પૂજન કરવામાં આવે જેને પગલે રાજકોટ સહિત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નિયમિત ભારત માતાનું પૂજન અને વ્યાખ્યાન યોજવા રાજ્યના શિક્ષણ વિભાગે દરેક શાળાઓને સૂચના આપી છે.

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 80થી વધુ શાળા અને શહેર તથા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આ સૂચનાનો અમલ પણ કરી દેવાયો હોય એમ સોમવારે અનેક શાળાઓમાં ભારતમાતાનું પૂજન કરાયું હતું. શિક્ષકોના સંઘની ગુજરાતના શિક્ષણ વિભાગે રજૂઆતને માન્ય રાખી છે. આમ રાજકોટ સહિત તમામ સ્કૂલમાં 1 ઓગસ્ટથી આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ભારતમાતાનું પૂજન કરવામાં આવે તે પ્રકારનો પરિપત્ર શિક્ષણ વિભાગે બહાર પાડ્યો છે.

શિક્ષણ વિભાગે સ્કૂલોને કહ્યું છે કે, આ કાર્યક્રમ માટે શૈક્ષિક મહાસંઘને તમામ પ્રકારનો સહકાર સ્કૂલોએ આપવાનો રહેશે અને વિદ્યાર્થીઓ તેમાં ભાગ લે તે જોવાનું રહેશે. શિક્ષણ વિભાગના આદેશને પગલે રાજકોટ સહિત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં સોમવારથી ભારતમાતાનું પૂજન કરવાનું શરૂ કરી દેવાયું છે. કેટલીક શાળાઓમાં આ અંગેના વ્યાખ્યાન પણ યોજવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ સ્કૂલે આવ્યા બાદ જ્યારે પ્રાર્થના કરે અને સરસ્વતી માતાનું પૂજન કરે તેની સાથે જ ભારતમાતાનું પણ પૂજન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...