તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:હલકી ગુણવત્તાનું અનાજ બદલી આપવા આદેશ

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હવે વિતરણ સમયે સડેલી-વાસી વસ્તુ આપતી સસ્તા અનાજની દુકાનોમાં ઝોનલ અધિકારી ચેકિંગ કરશે

સસ્તા અનાજની દુકાનોમાં સડેલું અને વાસી અનાજનું વિતરણ કરવામાં આવતું હોવા અંગે ‘દિવ્ય ભાસ્કરે’ શહેરની કેટલીક સસ્તા અનાજની દુકાનોમાં રિયાલિટી ચેક કરતા ગ્રાહકોને હલકી ગુણવત્તાનું અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થતા કલેક્ટર તંત્ર સજાગ થયું હતું અને જે દુકાનોમાં ખરાબ અનાજ વિતરણ થઇ રહ્યું છે ત્યાં ઝોનલ અધિકારીને તપાસના આદેશ પણ આપ્યા છે અને જે ગ્રાહકોને ખરાબ ગુણવત્તાનું અનાજ મળ્યું છે તેમને અનાજ બદલી આપવા પણ આદેશ અપાયા છે. 
ગ્રાહકોને ખરાબ અનાજ બદલી આપવાના આદેશ આપીને તંત્રે સ્વીકારી લીધું છે કે ખરેખર અનાજ નબળી ગુણવત્તાનું વિતરણ કરાયું છે. શહેરના આનંદનગર, મવડી ગામ વિસ્તાર, રાજનગર-નાનામવા મેઈન રોડ, રામનાથપરા વિસ્તારની સસ્તા અનાજની દુકાનોમાંથી વિતરણ કરાયેલું અનાજ સડેલું અને વાસી હોવાની ગ્રાહકો ફરિયાદ કરી રહ્યા હતા. સસ્તા અનાજની દુકાનેથી વિતરણ કરાયેલી વસ્તુઓ જથ્થામાં પણ ઓછી હોવાનું અને ગુણવત્તામાં પણ નબળી હોવાનું બહાર આવ્યું હતું. ગ્રાહકોએ કહ્યું કે, પલળી ગયેલા ઘઉં સૂકવીને આપી દીધા છે જેમાંથી એટલી વાસ આવે છે, સડી ગયા છે. 
આ ઘઉં પક્ષીને ચણ તરીકે નાખવામાં આવે તો પક્ષી પણ મરી જાય. જો એ આ અંગે સસ્તા અનાજની દુકાને તપાસ કરાવવાને બદલે ખરેખર આ સડેલા અને વાસી અનાજનો જથ્થો ક્યાંથી આવી રહ્યો છે તેની તપાસ થાય તો મોટી ગેરરીતિ બહાર આવવાની સંભાવના રહેલી છે.
અનાજ ખરાબ નીકળે તો ગ્રાહકો આ નંબર પર ફરિયાદ  કરે 
શહેરમાં સસ્તા અનાજનું વિતરણ થઇ રહ્યું છે સાથે સાથે વિતરણ કરવામાં આવી રહેલી વસ્તુઓની ગુણવત્તા ખરાબ અને અખાદ્ય હોવાની પણ ગ્રાહકોમાં ફરિયાદ ઊઠી છે. કોઈપણ ગ્રાહકને આપવામાં આવેલું અનાજ જો હલકી ગુણવત્તાનું નીકળે તો કલેક્ટર તંત્રના કંટ્રોલ રૂમ નંબર 0281-2471573 પર ફરિયાદ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો