તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિરાસર ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ:નવા એરપોર્ટનું કામ 2022 સુધીમાં પૂરું કરવા આદેશ

રાજકોટ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • મુંબઈ એરપોર્ટના રિજિયોનલ ડાયરેક્ટરે હિરાસરની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા

રાજકોટની નજીક હિરાસર ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે. હાલ આ અંગેની કામગીરી પણ ચાલુ છે ત્યારે તાજેતરમાં મુંબઈ એરપોર્ટ કચેરીના પ્રાદેશિક કાર્યકારી નિયામક જી.ચંદ્રમૌલીએ હિરાસર એરપોર્ટની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે ઓગસ્ટ 2022 સુધીમાં કામ પૂરું કરવા આદેશ કર્યો હતો. આ સિવાય નવી ટર્મિનલ બિલ્ડિંગ અને એટીસી ટાવરના કરાર થશે.

મુંબઈના પ્રાદેશિક નિયામક મેનેજરની સાથે હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટના જનરલ મેનેજર અને રાજકોટ એરપોર્ટ ડિરેક્ટર દિગંત બોરા પણ જોડાયા હતા. આરઈડીને પ્રોજેક્ટની પ્રગતિ વિશે માહિતગાર કરાયા હતા. તેમણે પ્રોજેક્ટ માટે જે સમયસર કામ થાય છે તે અંગે ટીમને પ્રોત્સાહન આપ્યું હતું, અને ઓગસ્ટ 2022ની સમયમર્યાદા આપીને પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું કહ્યું હતું. આરઇડીએ જીએમ પ્રોજેક્ટને એરપોર્ટ સુધીના માર્ગને વાવેતર બ્યુટીફિકેશનનું કામ શરૂ કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો