ભાસ્કર ઈમ્પેક્ટ:સિવિલમાં AC સહિતની સમસ્યા માટે અરજી નહીં, સીધો ફોન કરવા આદેશ

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દર્દીને હેરાનગતિ અને અધિક્ષકની ચેમ્બરમાં 3 એસીના અહેવાલ બાદ તંત્ર જાગ્યું
  • OSDની નિમણૂક કરાશે જે દિવસમાં બે વખત તમામ ફરિયાદ ભેગી કરી PIUને જાણ કરશે: અધિક્ષક ત્રિવેદી

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કથળતી જતી વ્યવસ્થાને કારણે દર્દીઓ અવાનવાર પરેશાન થાય છે તેનો વધુ એક કિસ્સો બુધવારે બન્યો હતો. હોસ્પિટલના ICCUમાં હાર્ટ એટેકની ફરિયાદ સાથે દાખલ થયેલા દર્દીની એકતરફ તબિયત બગડી હતી અને બીજી તરફ એસી પણ બગડેલું હતું તેથી તેમને બેડ સૂવાને બદલે શર્ટ કાઢીને બેઠું રહેવું પડ્યું હતું. અકળામણ વધતા આખરે ખાનગી હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યુ હતું.

આ અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ તબીબી અધિક્ષકે કહ્યુ હતુ કે એસીની ફરિયાદ આવી હતી અને કામગીરી ચાલી રહી છે. જો કે બીજી તરફ તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદી પોતાની ચેમ્બરમાં એક બે નહિ પણ ત્રણ-ત્રણ એસી વાપરી રહ્યા હતા. દર્દીઓના દર્દ વધે અને અધિક્ષક વાતાનુકુલિત ચેમ્બરમાં જ રહે તે લોકો સામે લાવતા આખરે તંત્ર સફાળું જાગ્યું હતું.

અધિક્ષકે જણાવ્યુ હતુ કે હવે એસીની ખરાબી કે પછી બીજી કોઇ એવી સમસ્યા કે જેનાથી દર્દીઓને હાલાકી થાય છે તેના માટે લેખિત મંજૂરી લેવાને બદલે સીધો ફોન કરવાનો રહેશે આ માટે ખાસ બે નંબર જાહેર કરાશે. આ ઉપરાંત એક ઓએસડી નિમાશે જે આખા દિવસમાં આવી મળેલી ફરીયાદોના ફોન લેશે અને બાદમાં દિવસમાં બે વખત PIU સાથે વાત કરશે તેમજ સમસ્યાના નિકાલ માટે સતત તેમના સંપર્ક અને સંકલનમાં રહેશે.

અન્ય સમાચારો પણ છે...