તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:ફીને કારણે પ્રવેશ રોકનાર સ્કૂલ સામે તપાસના આદેશ

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટરના આદેશને પગલે DEOએ તપાસ ટીમ બનાવી, સ્કૂલમાં તપાસ, વાલીઓને પણ પૂછશે

જૂની ફી બાકી હોવાને કારણે રાજકોટ જિલ્લાની ઘણી શાળાઓએ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોશન આપવા ઇનકાર કરી દીધો હોવાની અનેક વાલીઓની ફરિયાદ ઊઠી હતી. ‘દિવ્ય ભાસ્કરે’ આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ જિલ્લા કલેક્ટરે ડીઈઓને સ્કૂલમાં તપાસ કરવાના અને વાલીઓના પ્રશ્નો દૂર કરવાના આદેશ આપ્યા છે. કલેક્ટરના આદેશને પગલે જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસ ટીમની રચના કરી છે અને ગુરુવારથી જ જે સ્કૂલ સામે વાલીઓની ફરિયાદ છે તે સ્કૂલમાં રૂબરૂ જઈને તપાસ કરશે, શાળા સંચાલકો સાથે વાત કરશે ઉપરાંત વાલીઓના પ્રશ્નો પણ સાંભળીને સમસ્યાનું સમાધાન કરશે.

શાળાઓમાં નવું સત્ર શરૂ થઇ ગયું છે પરંતુ સત્ર શરૂ થવાની સાથે સાથે વિદ્યાર્થીઓની જૂના સત્રની ફી, નવા સત્રની એડવાન્સ ફી, પ્રવેશ ફી, માર્કશીટ- લિવિંગ સર્ટિફિકેટ નહીં આપવા સહિતના જુદા જુદા વિવાદો થઇ રહ્યા છે. જિલ્લાની કેટલીક શાળાઓએ જે વિદ્યાર્થીને જૂના સત્રની ફી બાકી છે તેવા વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોશન નહીં આપવા વાલીઓને લેખિત અને મૌખિક જણાવી દીધું છે, કેટલીક સ્કૂલ નિયમ વિરુદ્ધ એકસાથે છ-છ માસની એડવાન્સ ફી ઉઘરાવી રહી છે, કેટલીક સ્કૂલ એડમિશન રદ કરાવનાર વિદ્યાર્થીઓને માર્કશીટ અને લિવિંગ સર્ટિ. નથી આપી રહી. વાલીઓની અનેક ફરિયાદોને પગલે જિલ્લા કલેક્ટરે શિક્ષણાધિકારીને તપાસ કરવા કહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...