ફરમાન:પૂર્વ કેન્દ્રીય મંત્રીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આવવા ફરમાન

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શનિવારે પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં કાર્યક્રમ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ-પ્રોફેસરોને બોલાવ્યા

પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર તારીખ 30ને શનિવારે રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેઓ વડાપ્રધાનના પુસ્તક ઉપર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાના હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ ભવનના વિદ્યાર્થીઓ, ભવનના વડાઓ અને પ્રોફેસરોને શનિવારે સવારે રૈયા રોડ પર આવેલા પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે હાજર રહેવા યુનિવર્સિટીએ પરિપત્ર કર્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ વર્ષની ઉજવણી તથા રાષ્ટ્રીય શિક્ષા નીતિના ભાગરૂપે “મોદી @20 ડ્રીમ મીટ ડિલિવરી’ પુસ્તક પર ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી (શિક્ષા મંત્રી) પ્રકાશ જાવડેકર યુવાનોને માર્ગદર્શિત કરશે. આગામી તા. 30 જુલાઈને શનિવારના રોજ સવારે 10:30 કલાકે રાજકોટના રૈયા રોડ પર સ્થિત પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં કાર્યક્રમનું આયોજન કરાયું છે.

આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશ ભીમાણીના અધ્યક્ષસ્થાને રહેશે. મુખ્ય મહેમાન તરીકે મેયર ડો. પ્રદીપ ડવ તથા મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભવનોના અધ્યક્ષો, સંલગ્ન કોલેજોના આચાર્યો, અધ્યાપકો તથા શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ, શહેરના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...