• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Opposition To Naming Ahmedabad's Motera Stadium In Rajkot After Narendra Modi, Alleging 'pass', Says BJP Has Insulted Sardar

વિરોધ:રાજકોટમાં અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી કરવાનાં મુદ્દે વિરોધ, 'પાસ' નો આક્ષેપ, કહ્યું, ભાજપે સરદારનું અપમાન કર્યું છે

રાજકોટ9 મહિનો પહેલા
નામ નહીં બદલે તો ઉગ્ર વિરોધની ચીમકી
  • કલેકટરને આવેદન આપી કર્યા સુત્રોચાર
  • નામ નહીં બદલે તો ઉગ્ર વિરોધની ચીમકી

શેક્સપિયરે ભલે કહ્યું હોય કે 'નામમાં શું રાખ્યું છે? ગુલાબને અન્ય કોઈ નામથી બોલાવીએ તો પણ તેની ખુશબો મધુર જ રહેશે.પરંતુ રાજકારણ અને રાજનીતિમાં નામનું ખૂબ જ મહત્વ છે. તાજેતરમાં અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરતા સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજનો રોષ પ્રગટી રહ્યો છે. જેને પગલે આજે રાજકોટમાં 'પાસ' ના કાર્યકરોએ વિરોધ નોંધાવતા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવીને ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને ભાજપ સરકારે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું છે

નામ બદલાવની ભાજપની આ નીતિ અયોગ્ય છે - પાસ કાર્યકર
રાજકોટના પાસના કાર્યકર પરેશ સભાયાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, પહેલા પણ અમદાવાદનાં એરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી બદલીને પંડિત દીનદયાલ ઉપાધ્યાય કરાયું હતું. આ ઉપરાંત ગુજરાત વિધાનસભા ભવન કે જે અગાઉ સરદાર સાહેબના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ ભવન તરીકે ઓળખાતું હતું. તેનું નામ બદલીને સ્વર્ણિમ સંકુલ કરાયું હતું. હવે સ્ટેડિયમનું નામ પણ નરેન્દ્ર મોદી કરી દીધું છે. નામ બદલાવની ભાજપની આ નીતિ અયોગ્ય છે.

નામ બદલાવની ભાજપની આ નીતિ અયોગ્ય છે - પાસ કાર્યકર
નામ બદલાવની ભાજપની આ નીતિ અયોગ્ય છે - પાસ કાર્યકર

નામ નહીં બદલે તો ઉગ્ર વિરોધની ચીમકી
અન્ય એક કાર્યકર રમેશ લુણાગણરીયાએ જણાવ્યું હતું કે,ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દેશની ધરોહર સમા મહાપુરુષોનાં નામ દેશના મહત્વના સ્થળોએથી કાઢી નાખ્યા છે અને હવે તેઓ પોતાને મહાન સાબિત કરવા માટે પોતાના નામ દેશની અમૂલ્ય ધરોહર સાથે જોડી રહ્યા છે. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે તેઓ સ્વંયને મહાપુરુષો સમાન સમજે છે. માટે સરકારે આ સ્ટેડિયમનું નામ બદલવાનો નિર્ણય તાત્કાલિક રદ્દ કરી મહાપુરુષોને સન્માન આપવું જોઈએ. જો આવું કરવામાં નહીં આવે તો કાર્યકરો દ્વારા આવનારા દિવસોમાં લોકશાહીની ઢબે ઉગ્ર વિરોધ કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી.

મહાપુરુષોને સન્માન આપવું જોઈએ - પાસ કાર્યકર
મહાપુરુષોને સન્માન આપવું જોઈએ - પાસ કાર્યકર

માત્ર ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી છે - CM વિજય રૂપાણી
ઉલ્લેખનીય છે કે, આ અંગે પોતાની રાજકોટ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, મોટેરા ખાતે 233 એકરમાં સ્પોર્ટસ સંકુલ બનવાનું છે. જેનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ જ છે. આ પૈકી માત્ર ક્રિકેટ સ્ટેડિયમને જ નરેન્દ્ર મોદીનું નામ અપાયું છે. કોંગ્રેસનાં લોકો સપનામાં પણ મોદીનાં નામથી ઝબકી જાય છે. કોંગ્રેસે તો સરદારને હાંસિયામાં ધકેલ્યા છે, અને તેને સરદાર માટે બોલવાનો કોઈ અધિકાર જ નથી.

અન્ય સમાચારો પણ છે...