વિરોધ:પૂર્વ રાજ્યપાલ વાળાની અનુ.જાતિ માટેની ટિપ્પણીનો વિરોધ

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત થશે

ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકીય નેતાઓ જોરશોરથી પ્રવચનો આપી રહ્યાં છે અને તેમાં તેમની જીભ પણ લપસી રહી છે, આવું જ કંઇક ગુજરાતના પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ પોતાના પ્રવચન દરમિયાન કરતાં અનુ.જાતિના લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને વાળા સામે કાર્યવાહીની માંગ સાથે ગુરુવારે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.

ડી.ડી. સોલંકીએ જણાવ્યું હતું કે, કચ્છના રાપરમાં ભાજપના ઉમેદવારના પ્રચારમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ જાહેરસભામાં અનુ.જાતિ સમાજનું ગેરબંધારણીય શબ્દોનો પ્રયોગ કરીને સમાજને ઉતારી પાડવાનું કૃત્ય કર્યું હતું, અને તેમના આ શબ્દો સાથેનું ભાષણ સોશિયલ મીડિયામાં પણ ફરતું કરવામાં આવ્યું છે, વાળાએ અનુ.જાતિ સમાજ માટે કરેલી ટિપ્પણી બંધારણ વિરુદ્ધ હોય તેમની સામે કાર્યવાહી થવી જોઇએ.

ગુરુવારે અનુ.જાતિના લોકો અને અનેકવિધ સંગઠનો સાથે મળીને રાજકોટ પોલીસ કમિશનરને રૂબરૂ મળી અનુ.જાતિ સમાજ માટે અયોગ્ય ટિપ્પણી કરનાર વાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે. ડીડી સોલંકીએ આક્રોશ સાથે કહ્યું હતું કે ચૂંટણી વખતે રાજકીય નેતાઓ મત મેળવવા માટે વાણીવિલાસ કરી ચોક્કક જ્ઞાતિ સમાજને ટાર્ગેટ બનાવે છે અને વિરોધ થાય ત્યારે માફી માગી મામલાને થાળે પાડવાના પ્રયાસો કરે છે પરંતુ આ ઘટનામાં જવાબદાર નેતા સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માગ છે.

અન્ય સમાચારો પણ છે...