તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:રાજકોટમાં સિવિલ પાસેના રસ્તાઓ ડાયવર્ટ કરાતા બાર એસો.નો વિરોધ, એરપોર્ટના કર્મચારીઓએ એલાઉન્સ ઘટાડવાનો નિર્ણય પાછો ખેંચવા સુત્રોચ્ચાર કર્યા

રાજકોટ22 દિવસ પહેલા
  • એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં જવા માટે મુશ્કેલી પડતી હોવાનો બાર એસોસિએશનનો આક્ષેપ
  • હોસ્પિટલ ચોકમાં બની રહેલા થ્રી આર્મ ફ્લાય ઓવરબ્રિજની કામગીરી આગળ વધતાં કોર્ટ સુધીનો રસ્તો આજથી બંધ

પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. આ મુદ્દે એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં જવા માટે મુશ્કેલી પડતી હોવાનો રાજકોટ બાર એસોસિએશન દ્વારા આક્ષેપ કરાયો છે. એસો.ના મતે લોકોને પગપાળા ચાલવામાં પણ મુશ્કેલી સર્જાય રહી છે. આ અંગે એસો.ના પ્રમુખ બકુલ રાજાણીએ કામ બંધ કરાવવાની ચીમકી પણ આપી હતી અને આવતીકાલ સુધીમાં વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા નહિ કરવામાં આવે તો બાર એસોસિએશન દ્વારા વિરોધ કરવાની જાહેરાત પણ કરી હતી. રાજકોટ એરપોર્ટના કર્મચારીઓએ એલાઉન્સ ઘટાડવાનો નિર્ણય પાછો ખેંચવા વિરોધ કર્યો હતો.

બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી
બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી

ભારે ટ્રાફિકજામ સર્જાય રહ્યો છે
હાલ શહેરીજનોએ પારેવડી ચોક તરફથી હોસ્પિટલ ચોક તરફ જતા વાહનચાલકોએ બેડીનાકા ટાવર તરફથી વળીને મોચી બજાર મેઇન રોડ પરથી મચ્છી માર્કેટ નજીકથી હોસ્પિટલ ચોક તરફ જવાનું ટ્રાફિક પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. પરંતુ આ રસ્તો સાંકડો તેમજ ગીચ હોવાથી ભારે ટ્રાફિકજામ સર્જાય રહ્યો છે.

ટુ અને થ્રી વ્હિલર વાહનો જ પસાર થઇ શકશે
પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ કેસરી પુલથી બેડીનાકા તરફ મોચીબજાર મેઇન રોડ પર માત્ર ટુ વ્હિલર અને થ્રી વ્હિલર વાહનો જ પસાર થઇ શકશે, ફોરવ્હિલ કે મોટા વાહનો માટે આ રસ્તા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફોરવ્હિલ સહિતના ભારે વાહનના ચાલકોએ ડિલક્સ ચોકથી ભાવનગર રોડ થઇ ચુનારાવાડ, 80 ફૂટ રોડ અથવા ગોંડલ રોડ થઇ શહેર તરફ આવવાનું રહેશે.

કેસરી પુલથી હોસ્પિટલ જવા મચ્છી માર્કેટ સુધી પડશે
કોર્ટ તરફનો રસ્તો બંધ કરાતા હોસ્પિટલ ચોક તરફથી પારેવડી ચોક તરફ જતા વાહનચાલકોને હોસ્પિટલ ચોકથી મચ્છી માર્કેટ ચોક તરફ જવું પડશે અને ત્યાંથી મોચીબજાર મેઇન રોડ પર જઇ શકાશે તેમજ કેસરી પુલથી હોસ્પિટલ જવા ઇચ્છુક વાહનચાલકને બેડીનાકા તરફથી મોચીબજાર મેઇન રોડ થઇ મચ્છી માર્કેટ સુધી જવાનું રહેશે.આ રસ્તા પરથી પસાર થતાં લોકોને મચ્છી માર્કેટની દુર્ગંધ સહન કરવી પડશે.

મ્યુનિ. કમિશનરે પણ બ્રિજની મુલાકાત લીધી
ઉલ્લેખનીય છે કે થ્રી આર્મ ફ્લાયઓવર બ્રિજની કામગીરી ચોવીસે કલાક ચાલુ રહે તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ગત રાત્રે 10:30 વાગ્યા આસપાસ સાઈટની મુલાકાત લીધી હતી. અને આ પ્રોજેક્ટનું કાર્ય સતત દિવસ-રાત ચાલુ રાખવા વધુ આવશ્યકતા જણાય તો તુરંત જ વધારાના મેનપાવર અને સાધનોની વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચના આપી હતી.

રાજકોટ એરપોર્ટના કર્મચારીઓએ એલાઉન્સ ઘટાડવાનો નિર્ણય પાછો ખેંચવા વિરોધ કર્યો
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરની સાથે ગુજરાત રાજ્યનાં તમામ એરપોર્ટ કર્મચારીઓના એલાઉન્સમાં ઘટાડો કરવાના નિર્ણય સામે આજે રાજકોટ સહિત રાજ્યના તમામ એરપોર્ટમાં કર્મચારી યુનિયન દ્વારા બેનરો સાથે પ્રદર્શન કરી એરપોર્ટ ડિરેક્ટરને એલાઉન્સ ઘટાડવાનો નિર્ણયો પાછો ખેંચી લેવા માગણી ઉઠાવી હતી. રાજકોટ એરપોર્ટમાં 100 જેટલા કર્મચારીઓ અલગ-અલગ વિભાગોમાં ફરજ બજાવે છે. એરપોર્ટ કર્મચારીઓના એલાઉન્સમાં ઘટાડો કરવાના નિર્ણયથી કર્મચારીઓના પગારમાં 20થી 25 ટકા ઘટવાની શક્યતાને ધ્યાને લઇ એરપોર્ટ કર્મચારી યુનિયન અને એસો.એ સંયુક્ત રીતે બેનર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો.

એરોપોર્ટના કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો.
એરોપોર્ટના કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો.

એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહને લેખિતમાં રજુઆત કરી
એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા એરપોર્ટ કર્મચારીઓના એલાઉન્સમાં ઘટાડો કરવાની હિલચાલ સામે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી એમ્પ્લોઇઝ યુનિયન પ્રમુખ ડી.એન.ઝાલા અને મંત્રી એન.ડી.જાડેજાની આગેવાનીમાં લંચ સમયગાળા દરમિયાન કર્મચારીઓએ બેનર સાથે દેખાવ સુત્રોચ્ચાર કરી એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહને લેખિતમાં રજુઆત સાથે એરપોર્ટ ઓથોરિટીના એલાઉન્સ ઘટાડવાની હીલચાલ સામે નારાજગી વ્યક્ત કરી હતી. ઘટતું કરવા માગણી ઉઠાવી હતી.