તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:રાજકોટમાં સૌ.યુનિ.ના કુલપતિની ચેમ્બરમાં NSUIનો વિરોધ, વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાના પરિપત્રને રદ કરવાની માંગ, અટકાયત

રાજકોટ3 મહિનો પહેલા
  • જસાણી કોલેજમાં વિધાર્થીઓ પાસેથી વસૂલાતી ફીને લઇને પણ વિરોધ કર્યો

રાજકોટમાં આજે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે NSUIના કાર્યકરો દ્વારા કુલપતિની ચેમ્બરમાં સેમેસ્ટર 1થી 4માં કેટી ધરાવનાર વિદ્યાર્થીઓના 5માં સેમેસ્ટરમાં પ્રવેશ ન આપવાના પરિપત્ર રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

NSUIના કાર્યકરોની અટકાયત કરી
આ વિરોધ પ્રદર્શનમાં NSUIના કાર્યકરો દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાય હાયના નારા લગાવીને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ નીતિન પેથાણીની ચેમ્બરમાં તેને આવેદનપત્ર પાઠવ્યું હતું. જ્યાં તાત્કાલિક અસરથી સેમેસ્ટર 1થી 4માં કેટી ધરાવનાર વિદ્યાર્થીઓના હિતમાં પરિપત્ર રદ કરવાની માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં NSUIના કાર્યકરોથી કુલપતિની ચેમ્બર ભરાય ગઈ હતી. જેને પગલે પોલીસે NSUIના કાર્યકરોની અટકાયત કરી હતી.

જસાણી કોલેજમાં વિદ્યાર્થીઓ પાસેથી વસૂલાતી ફીને લઇને પણ વિરોધ
ગઈકાલે રાજકોટની બી.કે. જસાણી કોલેજ ખાતે લોકડાઉનમાં કોલેજ બંધ હોવા છતાં કોમ્પ્યુટર ક્લાસની ફી ભરવા નોટિસ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 300 જેટલા વિદ્યાર્થીઓને ફી ભરવા નોટિસ અપાતા વિદ્યાર્થીઓનો રોષ સામે આવ્યો છે. આ અંગે વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, અમે કોમ્પ્યુટરનો ઉપયોગ જ નથી કર્યો તો અમે ફી કેમ ભરી? આ મુદ્દે કોલેજના આચાર્યને ફી માફી અંગે રજુઆત કરવા જતાં વિદ્યાર્થીને આચાર્યે ઓફિસમાં પ્રવેશબંધી ફરમાવી હતી. હાલ જસાણી કોલેજ દ્વારા ફી નહી ભરનાર વિદ્યાર્થીઓને NOC આપવાની ધમકી આપવામાં આવી હતી. અ મુદ્દે પણ NSUIના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...