તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેયર ડેસ્ક સામે વિપક્ષનું ડેસ્ક:રાજકોટમાં મનપાએ ફરિયાદ નિવારવા ટોલ ફ્રી નંબર શરુ કર્યા તેની સામે વિરોધ પક્ષે ઓનલાઈન ડેસ્ક શરુ કર્યુ

રાજકોટ3 મહિનો પહેલા
વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ ઓનલાઇન પ્લેટફોર્મ એક્ટિવ કર્યું
  • લોકો ફોટોગ્રાફ સાથે ફરિયાદ મોકલી શકશે

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં લોકોની જુદી જુદી સુવિધાઓથી માંડી ફરિયાદ નોંધણીની પુરી પ્રક્રિયા વધુને વધુ આધુનિક અને ડિજીટલ બની રહી છે ત્યારે કોંગ્રેસે પણ સમય સાથે જોડાયને લોકઉપયોગી ફરિયાદો સ્વીકારવાનું પ્લેટફોર્મ સ્માર્ટ બનાવી રહી છે. ત્યારે આજે વિપક્ષી નેતા ભાનુબેન પ્રવિણભાઇ સોરાણીએ ઓનલાઇન પ્લેટફોર્મ પર ‘વિરોધ પક્ષના નેતાનું ઓનલાઇન ડેસ્કબોર્ડ’ એક્ટિવ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, મેયર દ્વારા લોકોની ફરિયાદ નિવારવા ટોલ ફ્રી નંબર શરુ કરવામાં આવ્યા હતા ત્યારે વિપક્ષી નેતા ભાનુબેને મેયરની સામે જ લોકોની ફરિયાદ નિવારવા ડેસ્કબોર્ડ શરૂ કર્યું છે.

લોકો ફોટોગ્રાફથી પણ ફરીયાદ કરી શકશે
લોકો ફોટોગ્રાફથી પણ ફરીયાદ કરી શકશે

મનપાના ટોલ ફ્રી નંબર સામે વિરોધ પક્ષનું ઓનલાઇન ડેશબોર્ડ
મ્યુનિ. કોર્પોરેશનની જુદી જુદી સુવિધાઓ અને સેવાઓ હવે વધુને વધુ ડિજીટલ બનવા લાગી છે. લોકોને જુદા જુદા પ્રમાણપત્ર ઓનલાઇન મળવા લાગ્યા છે. હવે ફરિયાદ નોંધણીની કાર્યવાહી પણ સોશિયલ મીડિયા મારફત થઇ શકશે અને ટોલ ફ્રી નંબર આવી રહ્યા છે. આથી વિરોધ પક્ષ કોંગ્રેસ પણ લોકોને કોઇ પણ મુશ્કેલીમાં ફરિયાદ કરવામાં સરળતા રહે તે માટે આગળ આવી છે.ગુગલ પર વિરોધ પક્ષના નેતાનું ડેસ્કબોર્ડ ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા વિભાગમાં ફરિયાદોની કેટેગરી તૈયાર કરવામાં આવી છે. રસ્તાથી માંડી પાણી, સફાઇ સહિતના રોજિંદા પ્રશ્નનો લોકો અહીં રજુ કરી શકશે. ફોર્મ ભરીને ફરિયાદ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવશે. લોકો ફોટોગ્રાફથી પણ ફરીયાદ કરી શકે તે માટે સુવિધા છે.

સફાઇ સહિતના રોજિંદા પ્રશ્નનો લોકો અહીં રજુ કરી શકશે
સફાઇ સહિતના રોજિંદા પ્રશ્નનો લોકો અહીં રજુ કરી શકશે

1 GB સુધીની ફરિયાદ નાગરિક ઓનલાઇન નોંધાવી શકશે.
નગરજનો પોતાની ફરિયાદ https://forms.gle/Jv5EKZscFozciKTK7 લીંક ઉપર નોંધાવી શકશે. આ રીતે જુદી જુદી ફરિયાદો નાગરિકો કચેરીએ આવ્યા વગર મોબાઇલ ફોનમાંથી પણ કરી શકશે જેમાં 1 GB સુધીની ફરિયાદો દાખલ થઈ શકશે. આ ઓનલાઈન ડેસ્કબોર્ડનો લાભ લેવા જાહેર જનતાને વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...