સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નેકના મૂલ્યાંકન કરાવવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને યુનિવર્સિટીએ એસએસઆર(સેલ સ્ટડી રિપોર્ટ) નેકમાં જમા કરાવ્યા બાદ અત્યાર સુધીમાં નેકની ટીમે 12.75 ટકા વિદ્યાર્થીઓના અભિપ્રાય લઇ લીધા છે. પીવીસી ડો.વિજય દેશાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં નેકના મૂલ્યાંકનની તૈયારી ચાલી રહી છે અને તેના એસએસઆરમાં અલગ-અલગ ભવનોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના નામ, એનરોલમેન્ટ નંબર, જેન્ડર, ઇ-મેલ એડ્રેસ, મોબાઇલ નંબર સહિતની ડિટેઇલ આપવામાં આવી હતી.જેમાંથી નેકના નિયમાનુસાર 10 ટકા વિદ્યાર્થી અથવા 500 બેમાંથી જે ઓછા હોય તેના અભિપ્રાય લેવાના હોય છે જે મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અત્યાર સુધીમાં 12.75 ટકા વિદ્યાર્થીઓના અભિપ્રાય નેકએ લઇ લીધા છે.
નેકમાં એસએસઆર જમા કરાવ્યા બાદ અમુક ક્વેરીના જસ્ટિફિકેશનની કામગીરી પણ પૂરી થઇ ગઇ છે અને સંભવત: સપ્ટેમ્બરમાં નેકની ટીમ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાતે આવે તેવી સંભાવના છે. આ કામગીરી હાલમાં કુલપતિ ડો.નીતિન પેથાણીના માર્ગદર્શન હેઠળ આઇક્યુએસીની તેની ટીમ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.