રાહત:કોરોના હળવો પડતા રાજકોટ સિવિલમાં ફરી ફ્રીમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ પદ્ધતિથી બહેરા-મૂંગા બાળકોના ઓપરેશન શરૂ, ખાનગીમાં 8થી 10 લાખનો ખર્ચ

રાજકોટએક મહિનો પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરી ફ્રીમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યા.
  • અગાઉ આ ઓપરેશન કોરોનાને કારણે બંધ કરવામાં આવ્યા હતા
  • સિવિલમાં 114 બાળકોના આ પદ્ધતિથી ઓપરેશન કરવામાં આવ્યા

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોક્લિયર ઈમ્પ્લાન્ટ ઓપરેશન ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. જન્મથી બહેરા-મૂંગા બાળકોના ઓપરેશન સિવિલ હોસ્પિટલના પીડિયુ વિભાગમાં ફરી શરૂ કરાયા છે. જોકે, કોવિડને કારણે બંધ કરવામાં આવ્યા હતા અને ફરીથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે ગાંધીનગરના એસોસિએટ પ્રોફેસર ડો.નીરજ સુરી કે જેઓ ગુજરાત રાજ્યના કોક્લિયર ઈમ્પ્લાન્ટ પ્રોગ્રામના નોડલ ઓફિસર તરીકે સેવા આપે છે. તેઓ રાજકોટ આવ્યા હતા અને તેમની હાજરીમાં ફરી એક વખત કોક્લિયર ઈમ્પ્લાન્ટ પદ્ધતિની સારવાર શરૂ કરવામાં આવી છે. સિવિલમાં ફ્રીમાં ઓપરેશન કરવામાં આવે છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં 8થી 10 લાખનો ખર્ચ થાય છે.

એકથી બે કલાકમાં ઓપરેશન પૂર્ણ થઈ જાય
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે જન્મજાત બહેરા-મૂંગા બાળકોના ઓપરેશન રાજ્ય સરકારના સહયોગથી શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ કોવિડને કારણે ઓપરેશનબંધ કરવાની ફરજ પડી હતી. જે હવે ફરીથી શરૂ કરવામાં આવ્યા છે. જેમાં જન્મજાત બહેરા-મૂંગા બાળકોના કોક્લિયર ઈમ્પ્લાન્ટ પદ્ધતિથી ઓપરેશન કરવામાં આવે છે. જેમાં માત્ર થોડી જ સર્જરી કરવી પડે છે અને એકથી બે કલાકમાં ઓપરેશન પૂર્ણ થઈ જાય છે

રાજ્યમાં વર્ષે 2500થી 3000 બાળકો જન્મજાત બહેરા-મૂંગા જન્મે છે
ગાંધીનગરના સર્જન ડો, નીરજ સુરી રાજકોટ આવ્યા હતા. જેમના દ્વારા અત્યાર સુધી ક્લોકિયર ઈમ્પ્લાન્ટ પદ્ધતિની એક હજાર કરતાં વધારે લોકોની સર્જરી કરવામાં આવી છે. તેમની સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, કોવિડને કારણે ઓપરેશન બંધ કરવાની ફરજ પડી રહી હતી, હવે રાજકોટના ડોક્ટર સર્જરીને આગળ વધારશે અને જન્મજાત બહેરા-મૂંગા બાળકોના ઓપરેશન કરશે. તેમજ ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશન માટે 8થી 10 લાખનો ખર્ચ આવે છે. જ્યારે રાજ્ય સરકારના સહયોગથી આ ઓપરેશનની સારવાર ફ્રીમાં કરી આપવામાં આવે છે. તેમજ રાજ્યમાં દર વર્ષે 2500થી 3000 બાળકો જન્મજાત મૂંગા અને બહેરા જન્મે છે. જેને ડામી શકાતું નથી, પરંતુ તેનું આપણે નિદાન કરી શકીએ છીએ. તેમજ નાના બાળકોને સાંભળવાની તકલીફ સર્જાય તો તાત્કાલિક રિપોર્ટ કરી ઓપરેશન કરાવું જોઈએ તેમ પણ જણાવ્યુ હતું.

ગુજરાત રાજ્યના કોક્લિયર ઈમ્પ્લાન્ટ પ્રોગ્રામના નોડલ ઓફિસર.
ગુજરાત રાજ્યના કોક્લિયર ઈમ્પ્લાન્ટ પ્રોગ્રામના નોડલ ઓફિસર.

114 બાળકોના કોક્લિયર ઈમ્પ્લાન્ટ પદ્ધતિથી ઓપરેશન કરાયા
રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે જન્મજાત બહેરા-મૂંગા બાળકોના ઓપરેશન કોક્લિયર ઈમ્પ્લાન્ટ પદ્ધતિથી માર્ચમાં શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ કોવિડને કારણે બંધ કરવામાં આવ્યા હતા. જેમાં અત્યાર સુધી રાજકોટના પીડિયુ મેડિકલ કોલેજના પ્રોફેસર દ્વારા 114 બાળકોના કોકિલયર ઈમ્પ્લાન્ટ પદ્ધતિથી ઓપરેશન કરવામાં આવ્યા છે. જેમાંનાં તમામ બાળકો બોલતા અને સાંભળતા થયા છે તેમ પણ ગાંધીનગરના સર્જને જણાવ્યુ હતું. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, કોવિડ અને મ્યુકરમાઈકોસિસને કારણે ઓપરેશન બંધ થયા હતા. પરંતુ તેમ છતાં રાજકોટના ડોક્ટર દ્વારા સારી કામગીરી કરી ઓપરેશન કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...