તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડની હેટ્રીક:રાજકોટમાં બેવાર પકડાયો છતાં નકલી ડોક્ટર સુધર્યો નહીં, જામીન પર છૂટી ફરી ક્લિનિક શરૂ કરતા ત્રીજીવાર ઝડપાયો

રાજકોટ10 દિવસ પહેલા
ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરી અનુભવ મેળવ્યો.
  • સવા બે વર્ષ પહેલા આજીડેમ પોલીસે પકડ્યો હતો, બીજીવાર SOGએ અને ત્રીજીવાર ફરી આજીડેમ પોલીસે પકડ્યો
  • દવાઓનો જથ્થો, સ્ટેથોસ્કોપ, બેટરી, બીપી ચેક કરવાનું મશીન, કાતર, ડ્રેસીંગનો સામાન, ઇન્જેશન સહિતનો મુદ્દામાલ કબ્જે

શહેરની આજીડેમ ચોકડી પાસે શ્રીરામ પાર્ક-1માં દરોડો પાડી પોલીસે નકલી ડોક્ટર સંજય રસિકભાઇ સોમપુરાને ઝડપી લીધો છે. સવા બે વર્ષ પહેલા પણ આજીડેમ વિસ્તારમાં ક્લિનિક ચલાવતાં તે પકડાયો હતો. બીજી વખતે ગત વર્ષે નવેમ્બર માસમાં SOGએ તેને શ્રીરામ પાર્કમાંથી જ પકડ્યો હતો. આમ નકલી ડોક્ટર બની દાક્તરી કરતાં પકડાઇ જવામાં તેણે હેટ્રીક કરી છે. ફરી આજીડેમ પોલીસે તેને ક્લિનિક ચલાવતો ઝડપી પાડ્યો છે.

ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરી અનુભવ લીધો હતો
સંજય સોમપુરાએ અગાઉ ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરી અનુભવ લીધો હતો અને બાદમાં એટલે કે સવા બે વર્ષ પહેલા દવાખાનુ ખોલી કમાણી ચાલુ કરી દીધી હતી. તે વખતે આજીડેમ પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી. એ પછી ગત 7 નવેમ્બર 2020ના રોજ SOGS બાતમી પરથી આજીડેમ ચોકડી શ્રીરામ પાર્ક-1માં દરોડો પાડી તેને બોગસ ડોક્ટર તરીકે પ્રેકટિસ કરતાં પકડી લેવાયો હતો. તે વખતે ક્લિનિક પર દવાખાનુ ડો. બી.વી. કક્કડ એવું લખાણ જોવા મળ્યું હતું. આ ડોક્ટરની ડિગ્રીના નંબર પણ બોર્ડમાં હતાં. પોલીસ અંદર પહોંચી તો 8 બાય 10 ફૂટની જગ્યામાં એક શખ્સ ખુરશી પર ગળામાં સ્ટેથોસ્કોપ લટકાડીને બેઠેલો જોવા મળ્યો હતો. અંદર દર્દીઓને સુવડાવવાનું ટેબલ હતું. તેમજ બીપી માપવાનું મશીન, ઇન્જેકશન, એલોપેથી દવાઓનો જથ્થો સહિતના મેડિકલના સાધનો હતાં.

SOGના ગુનામાં જામીન પર છુટ્યા બાદ ફરી ક્લિનિક શરૂ કરી દીધું
SOGના ગુનામાં જામીન પર છુટ્યા બાદ સુધરી જઇ કંઇક બીજો કામધંધો કરવાને બદલે સંજય સોમપુરા ફરીથી પોતે એસઓજીના હાથે જ્યાંથી ઝડપાયો હતો ત્યાં જ એટલે કે શ્રીરામ પાર્ક-1ના ક્લિનિકમાં ફરીથી કેટલાક સમયથી બેસી ગયો હતો અને દાક્તરી કરવા માંડ્યો હતો. આથી આજીડેમ પોલીસને બાતમી મળી હતી કે શ્રીરામ પાર્ક-1માં સંજય સોમપુરા કોઇ પણ જાતની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી લોકોની જિંદગી સાથે ચેડા કરે છે. આજીડેમ પોલીસે ફરી તેની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો