તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમાં ક્યાંથી વાંચે ગુજરાત!:રાજ્યની 26 યુનિવર્સિટીમાં ગ્રંથપાલ માત્ર બે!, ગ્રાન્ટેડ કોલેજમાં 80% જગ્યા ખાલી, તો 5600 સ્કૂલમાં ગ્રંથપાલ જ નથી!

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ગ્રંથપાલની ભરતી જ નથી કરાતી તો જી-સ્લેટ પરીક્ષા કેમ લેવાય છે?: ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી-શિક્ષણમંત્રીને રજૂઆત

રાજ્ય સરકાર દ્વારા અંદાજિત દશેક વર્ષ પહેલા ‘વાંચે ગુજરાત’ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ રાજ્યની યુનિવર્સિટીઓ, કોલેજ અને શાળાઓમાં જ ગ્રંથપાલની સંખ્યાબંધ જગ્યાઓ ખાલી છે.

22 વર્ષથી ગ્રંથપાલની ભરતી જ નથી કરી
રાજ્યના ઉચ્ચ શિક્ષિત બેરોજગાર ગ્રંથપાલ મંચ દ્વારા જણાવાયું છે કે, ગુજરાત રાજ્યની અનુદાનિત કોલેજમાં છેલ્લા 22 વર્ષથી ગ્રંથપાલની ભરતી કરી નથી 80% જગ્યાઓ ખાલી છે, સરકારી કોલેજમાં 60% જગ્યાઓ ખાલી, એન્જિનિયરિંગ કોલેજોમાં એકપણ ગ્રંથપાલ નથી 100 ટકા જગ્યા ખાલી છે, રાજ્ય સરકારની 26 યુનિવર્સિટીમાં માત્ર 2 જ ગ્રંથપાલ UGC માન્ય બાકી બીજા ઇન્ચાર્જ, હંગામી ધોરણે, આસિસ્ટન્ટ દ્વારા ચલાવે છે. જ્યાં સંશોધન કાર્ય થતું હોય ત્યાં ગ્રંથપાલ જ ન હોય તો વિદ્યાર્થીની શું હાલત થાય?

5600 શાળાઓમાં ગ્રંથપાલ જ નથી
નેશનલ નોલેજ કમિશનના રિપોર્ટ મુજબ ગુજરાતની 5600 શાળામાં ગ્રંથપાલની ભરતી કરી જ નથી. આ અંગે ઉચ્ચ શિક્ષિત બેરોજગાર ગ્રંથપાલ મંચ દ્વારા દેશના ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, નાણામંત્રી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રજૂઆત કરી છે.

ગ્રંથપાલ નથી ભરવા તો પરીક્ષા જ શું કામ?
ગ્રંથપાલ મંચના ડૉ. મહેશ સોલંકી જણાવે છે કે, ગુજરાતનું ઉચ્ચ શિક્ષણ તદ્દન ખાડે ગયું તેવું NIRF (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક)ના રિપોર્ટ પર ખ્યાલ આવે છે. આ રિપોર્ટ મુજબ 1થી 200માં એકપણ ગુજરાતની કોલેજને સ્થાન મળ્યું નથી.રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી ઉચ્ચશિક્ષણમાં અધ્યાપકો, ગ્રંથપાલ તેમજ પીટીઆઇની સરકાર ભરતી કરતી નથી તો જી-સ્લેટની પરીક્ષા દર વર્ષે શા માટે લેવામાં આવે છે. ગુજરાતનાં તમામ જિલ્લા, તાલુકામાંની જાહેર ગ્રંથાલયમાં મોટા ભાગની જગ્યાઓ ખાલી છે. યુનિવર્સિટીમાં જગ્યાઓ બહાર પાડે તો પાંચ-પાંચ વર્ષથી ભરતી પ્રક્રિયા કરી નથી, યુનિવર્સિટીના કુલપતિઓ આજ દિવસ સુધી ગ્રંથપાલની ભરતી અંગે કોઈ જ પ્રતિક્રિયા આપી શક્યા નથી. છેલ્લા 10 વર્ષમાં શિક્ષણમંત્રીને 70 જેટલા આવેદન પત્ર આપ્યા પરંતુ સ્થિતિ હજુ એજ છે.

અન્ય સમાચારો પણ છે...