તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુરાતત્ત્વમાં સ્ટાફની અછત:સૌરાષ્ટ્રના 180 રક્ષિત સ્મારકની જવાબદારી માત્ર ચોકીદાર પાસે!

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુરાતત્ત્વમાં સ્ટાફની અછતથી નવા સ્થળોનું સંશોધન-મોજણીનું કામ વર્ષોથી બંધ

સૌરાષ્ટ્રના ગૌરવવંતા ઈતિહાસને સાચવવાની જવાબદારી જેમના શિરે છે તે જ કચેરી પુરાતન બની છે. રાજકોટ શહેરમાં આવેલ પુરાતત્ત્વ વિભાગની કચેરી એક સિક્યુરિટી સહિત ત્રણ લોકોના ભરોસે છે. વર્ષ 2016માં સહાયક પુરાતત્ત્વ નિયામકની જગ્યા ખાલી થતાં તે આજ દિન સુધી ભરવામાં આવી નથી.

સૌરાષ્ટ્રના 100 વર્ષથી વધુ જૂના 180 રક્ષિત સ્મારકની જવાબદારી સિક્યુરિટી સહિત ત્રણ લોકોના ભરોસે ચાલી રહી છે. પુરાતત્ત્વ વિભાગમાં સ્ટાફની અછતના કારણે ઉત્ખનન, નવા સ્થળોનું સંશોધન અને મોજણીનું કામ વર્ષોથી બંધ છે. તેમજ જે તે વિભાગમાં વધારોનો ચાર્જ સોંપી કામચલાઉ કામગીરી કરાઈ રહી છે. જે તે સમયે કામ હોય ત્યારે વધારાનો ચાર્જ સંભાળનાર અધિકારી રાજકોટ આવી કામગીરી કરી રહ્યા છે.

સરકારની ઉપેક્ષાનો વર્ષોથી આ મહત્ત્વની કચેરી ભોગ બની રહી છે. સૌરાષ્ટ્રના 180થી વધુ રક્ષિત સ્માસ્કોની જવાબદારી સંભાળતી રાજકોટ સ્થિત સહાયક પુરાતત્ત્વ વિભાગની કચેરી હાલ પટાવાળાના ભરોસે ચાલી રહી હોય તેવી દયાજનક સ્થિતિ નિર્માણ થઈ છે. આ કચેરીમાં હાલ તો સહાયક પુરાતત્ત્વ નિયામક, સુપરિન્ટેન્ડન્ટ, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ટેક્નિકલ આસિસ્ટન્ટ અને ફોટોગ્રાફરની જગ્યા આજની તારીખે પણ ખાલી છે. હાલમાં થોડા સમય પહેલા સબઓવર્સિની જગ્યા ભરવામાં આવી છે.

એક સમયે સૌરાષ્ટ્ર ઝોનની આ મહત્ત્વની કચેરી દ્વારા ઉત્ખનન, નવા સ્થળોનું સંશોધન અને મોજણીનું કામ મહિનાઓ સુધી ચાલતું હતું, વર્ષોથી કોઈ ટેક્નિકલ સ્ટાફ ન હોય મોજણી સહિતના કામો નવી સાઈટના સંશોધનનું કાર્ય દાયકાઓથી બંધ થઈને પડ્યું છે. વોટસન મ્યુઝિયમમાં ફરજ બજાવતા એસ.એન.રામાનુજને સહાયક પુરાતત્ત્વ નિયામક, એસ.આર.પારેખને પુરારક્ષણ સહાયક, કે.ડી. વરિયાને સુપરિન્ટેન્ડન્ટનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...