શિક્ષણ:યુનિવર્સિટીની સેમેસ્ટર-1ની પરીક્ષામાં રસી લેનાર વિદ્યાર્થી જ બેસી શકશે

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • યુવક મહોત્સવ મોકૂફ, કોન્વોકેશન થશે વર્ચ્યુઅલ

કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તકેદારીના તમામ પગલા લીધા છે તેમજ વિદ્યાર્થીઓ વેક્સિનથી દૂર રહે નહી તે માટે આગામી મહિનાઓમાં યોજાનાર સેમેસ્ટર-1ની પરીક્ષામાં જે વિદ્યાર્થીએ વેક્સિન લીધું હશે તેને જ પરીક્ષામાં બેસવા દેવાશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે, પ્રવર્તમાન સ્થિતીને ધ્યાને રાખી યુવક મહોત્સવ મોકૂફ રખાયો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની વિવિધ સ્ટ્રીમના ફર્સ્ટ સેમેસ્ટરની પરીક્ષાના ફોર્મ તા.13 જાન્યુઆરી સુધી ભરવામાં આવશે, વિદ્યાર્થીઓ વધુ વેક્સિન લે તે માટે સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવશે ત્યારે તેણે વેક્સિન લીધાનું સર્ટિફિકેટ બતાવવાનું રહેશે જે વિદ્યાર્થીએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો નહી હોય તેને પરીક્ષા આપવા દેવાશે નહી.

પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખી યુવક મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે, 1 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ અને શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં કોન્વોકેશનનું આયોજન કરાયું છે, કોન્વોકેશન મોકુફ રાખવું કે વર્ચ્યુલ રાખવું તે અંગેનું શિક્ષણ વિભાગ પાસેથી માર્ગદર્શન મગાયું છે, વર્ચ્યુલની મંજૂરી મળશે તો વર્ચ્યુલ આયોજન કરવાની તૈયારી કરવામાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાં માસ્ક વગર કોઇને પ્રવેશ આપવામાં આવશે નહી.

અન્ય સમાચારો પણ છે...