રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા પંથકના મુસાફરોને પૂરતી ટ્રેન સુવિધાઓ મળી રહે તે માટે વારંવાર રજૂઆતો કરવામાં આવે છે જો કે આજ દિવસ સુધી તેઓની રજુઆત ને ન્યાય મળ્યો નથી. અહીંના લોકોને ધાર્મિક સ્થળોએ જવા તથા અપડાઉન કરવા માટે ટ્રેનની સુવિધા ઉપલબ્ધ નથી. ઉલ્લેખનીય છે કે ધોરાજી-ઉપલેટાથી રોજિંદા કુલ બે જ ટ્રેનો ચાલી રહે છે અને એક વિકલી ટ્રેન ચાલી રહી છે જેમાં આ વિકલી ટ્રેનનો ધોરાજીમાં સ્ટોપ ન હોવાથી જેથી મુસાફરોને ફરજિયાત ઉપલેટા જવું પડે છે અને ત્યાં પણ પ્લેટફોર્મની સમસ્યાનો સામનો કરવો પડે છે.
લાંબા અંતરની એક જ ટ્રેન છે
ધોરાજી-ઉપલેટા પંથકના લોકોના પરિવહન માટે રેલવેની પૂરતી ટ્રેન સેવા ઉપલબ્ધ નથી અને આ વિસ્તારમાં હાલ એક પણ લોકલ ટ્રેન સુવિધા ઉપલબ્ધ જ નથી જેને લઈને મુસાફરીમાં અગવડ પડી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ વિસ્તારમાં લાંબા અંતરની એકમાત્ર ટ્રેન ચાલે છે જે અઠવાડિયામાં એક જ વાર આવે છે અને જે ટ્રેન પણ હાલ ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે આવતી લાંબા અંતરની એકમાત્ર ટ્રેન છે જે ટ્રેન પણ મોતની સવારી છે કારણ કે ઉપલેટા ખાતેથી પસાર થતી લાંબા અંતરની ટ્રેન પ્લેટફોર્મની બહાર છ જેટલા કોચ નીકળી જાય છે જેને લઈને મુસાફરો પ્લેટફોર્મ લંબાવવાની રજુઆત કરી રહ્યા છે.
જીવનું જોખમ ખેડવું પડે છે
ઉપલેટા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મની વાત કરીએ તો અહી હાલ 18 કોચ સમાઈ સકે તેવડું એટલે કે 451 મિટરનું પ્લેટફોર્મ છે જે પૂરી સુવિધા આપી શકે તેમ નથી કારણ કે આહિયા લાંબા અંતરની ટ્રેન 21 થી 24 જેટલા કોચ લઈને આવે છે જેને લઈને અહીંયા રિઝરવેશન વાળા કોચ પણ પ્લેટફોર્મની બહાર રહે છે જેના કારણે ચડવા ઉતારવામાં મુસાફરોના જીવનું જોખમ ખેડવું પડે છે.
ખાનગી બસના મોંઘા ભાડા ચૂકવી રહ્યા છે
ધોરાજીને એકમાત્ર રેલવે સ્ટેશન એટલે કે ધોરાજી રેલ્વે સ્ટેશન લાગુ પડે છે જ્યારે ઉપલેટાને ત્રણ જેટલા રેલ્વે સ્ટેશનો લાગુ પડે છે જેમાં ઉપલેટા તાલુકા વિસ્તારમાં ઉપલેટા રેલવે, સ્ટેશન ભાયાવદર રેલવે સ્ટેશન અને મોટી પાનેલી રેલવે સ્ટેશન લાગુ પડે છે જેની અંદર અનેક મુસાફરો મુસાફરી કરતા નજરે પડતા હોય છે અને આ મુસાફરો છેલ્લા ઘણા સમયથી રેલવેની પૂરતી સુવિધા ન હોવાને કારણે ખાનગી બસના મોંઘા ભડાઓ ચૂકવી રહ્યા છે.
કોઈ નિરાકરણ આવેલ નથી
આ વિસ્તારમાં અબજો રૂપિયાના ખર્ચે વિકસાવેલ રેલવે લાઇન પર પૂરતી ટ્રેન ન હોવાથી લોકો મોંઘા ભાડા ચૂકવીને ખાનગી વાહનોનો મજબૂરીવશ સહારો લઈ રહ્યા છે જેમાં આ વિસ્તારમાં ધોરાજી-ઉપલેટાથી સોમનાથ જવા માટે એક જ ટ્રેન છે જે પણ એકપ્રેસ છે અને દ્વારકા, હરિદ્વાર, અજમેર શરીફ તથા અન્ય રાજયમા જવા માટેની ટ્રેનો એક પણ ન ફાળવતા પેસેન્જરોમા રોષ છે અને આ ટ્રેનો ફાળવાઇ તે માટે ધોરાજી-ઉપલેટાના લોકોએ લેખિત રજૂઆત અનેકવાર કરેલ જે બાબતે પણ કોઈ નિરાકરણ આવેલ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.