તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોન્ટ્રાક્ટરે કર્મચારીને મેસેજ:વેક્સિન લીધાનો મેસેજ કરો પછી જ જાન્યુઆરીનો પગાર મળશે

રાજકોટ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
આઉટ સોર્સિંગના કોન્ટ્રાક્ટરે કર્મચારીને મેસેજ કર્યા - Divya Bhaskar
આઉટ સોર્સિંગના કોન્ટ્રાક્ટરે કર્મચારીને મેસેજ કર્યા
 • મનપામાં કર્મચારી પૂરા પાડતા કોન્ટ્રાક્ટરે સ્ટાફને મેસેજ કર્યા
 • અધિકારીએ એજન્સીને સ્વૈચ્છિક રસી અંગે મેસેજ કરવા સૂચના આપી

રાજકોટ મહાનગરપાલિકામાં સફાઇ કામદાર, ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી ટિપરવાનના ડ્રાઇવર, તેમજ અન્ય વિભાગમાં કર્મચારીઓ પૂરા પાડતી એજન્સી જી.ડી. અજમેરાએ પોતાના કર્મચારીઓને કોરોના વેક્સિન ફરજિયાત લેવા અને આ રસી લીધાનો મેસેજ કન્ફર્મ મળ્યા બાદ જ જાન્યુઆરી માસનો પગાર કરવામાં આવશે તેવો કર્મચારીઓને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો. આ મેસેજનો સ્ક્રીનશોટ બહાર આવ્યા બાદ મનપાના અધિકારીએ સ્વૈચ્છિક રસી લેવાની હોવાથી આ મેસેજ ડિલીટ કરી સ્વૈચ્છિક રસી લેવા નવો મેસેજ કરવા સૂચના આપી હતી.

રાજકોટ કોર્પોરેશનમાં કાર્યરત આઉટસોર્સ એજન્સીની દાદાગીરી સામે આવી છે. જેમાં કંપનીએ વેક્સિન લેવા માટે કર્મચારીઓને ફરજ પાડવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. મેસેજમાં જી.ડી. અજમેરા મેનપાવર એજન્સી વેક્સિન લીધા બાદ જ પગાર અપાશે તેવું લખ્યું છે. એજન્સીએ આ પ્રકારે કર્મચારીઓને મેસેજ કર્યા હોવાની મનપાના અધિકારીઓને માહિતી મળતા એજન્સીના સંચાલકોને તુરંત આ મેસેજ રદ કરી સ્વૈચ્છાએ વેક્સિન મુકાવવાનો મેસેજ કરવા સૂચના આપી હતી.

બાદમાં જી.ડી.અજમેરા એજન્સીના અધિકારીએ નવો મેસેજ કર્મચારીઓને પહોંચાડ્યો હતો. અત્રે નોંધનીય છે કે, મનપાના કર્મચારીઓએ કોરોના વેક્સિન લીધા બાદ તાવ, કળતર, માથું દુ:ખવું સહિતની સમસ્યા ઊભી થઇ હતી જેના પગલે અનેક કર્મચારીઓ વેક્સિન લેતા ડરી રહ્યા છે. ત્યારે આ પ્રકારનો પાર્ટટાઇમ કર્મચારીઓને પણ મેસેજ કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો