ટેસ્ટિંગના નામે તાગડધિન્ના:કોવિડ M.O.ને છૂટા કર્યા બાદ આખા જિલ્લામાંથી માત્ર 79 સેમ્પલ લેવાયા, બધા આરોગ્ય કેન્દ્રને નોટિસ અપાઈ

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી બાદ કોરોનાના કેસ ફરી વધ્યા પણ જિલ્લા આરોગ્ય વિભાગમાં ટેસ્ટિંગના નામે તાગડધિન્ના
  • કોન્ટ્રાક્ટ આધારિત તમામ સ્ટાફને રજા આપી દીધા બાદ સરકારી કર્મચારીઓને જવાબદારી આપી પણ કંગાળ કામગીરી કરતા આરોગ્ય અધિકારીએ કરી ટીકા

રાજકોટ શહેરમાં કોરોનાના કેસ દિવાળી પછી વધવાના શરૂ થયા છે એટલે સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ વધારવાની જરૂર પડી છે. સિવિલ હોસ્પિટલમાં પણ કોવિડ વોર્ડ તૈયાર કરાઈ રહ્યા છે. કેસનો વધારો ઘણો સૂચક હોવાથી તંત્ર આખું તૈયારી કરી રહ્યું છે પણ જિલ્લા આરોગ્ય તંત્ર એટલું જ નિંભર બનીને ઘોર નિદ્રામાં હોય તેવી બાબત સામે આવી છે. શહેરમાં કેસ વધે એટલે તેની અસર ધીરે ધીરે ગ્રામ્ય વિસ્તારમાં પણ આવી શકે આ ભીતિ વચ્ચે પણ રાજકોટ જિલ્લામાં ટેસ્ટની સંખ્યા હજારોમાંથી માત્ર 200 અને પછી તો છેક 79 સુધી જતી રહી જેમાં એન્ટિજન અને આરટીપીસીઆરનો પણ સમાવેશ થાય છે.

11 તાલુકા ધરાવતા સમગ્ર જિલ્લામાં માત્ર 79 જ સેમ્પલ લેવાય તે ગંભીર ગણાય, જિલ્લા કલેક્ટરને આ બાબત ધ્યાને આવતા તેમણે તુરંત જ જિલ્લા આરોગ્ય અધિકારીને બોલાવ્યા અને ટેસ્ટ વધારવા સૂચના આપી કાર્યવાહી કરવા કહ્યું હતું. જેના ભાગરૂપે જિલ્લા આરોગ્ય અધિકારીએ તમામ તાલુકા હેલ્થ ઓફિસર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરને પત્રના રૂપમાં નોટિસ આપી છે. 10મીએ આ નોટિસ આપ્યાના બીજા જ દિવસથી ફરીથી ટેસ્ટની સંખ્યા 1000 કરાઈ છે.

ટેસ્ટ કેવી રીતે ઘટ્યા તેની તપાસ કરતા બહાર આવ્યું હતું કે, અત્યાર સુધી મોટાભાગના સેમ્પલ લેવાની કામગીરી કોન્ટ્રાક્ટ પર રાખેલા કોવિડ મેડિકલ ઓફિસર કરી રહ્યા હતા જોકે દિવાળી પહેલા જ તેમને એકાએક છૂટા કરી દેવાયા હતા. ધન્વંતરિ રથની જવાબદારી જીવીકેને સોંપાઈ હતી પણ ત્યાંથી સેમ્પલ લેવાતા ન હતા અને આરોગ્ય કેન્દ્રો પર જ સેમ્પલની કામગીરી આવી હતી જ્યાં પેધી ગયેલા સરકારી કર્મચારીઓએ પહેલાની જેમ જ આળસ રાખી જેથી ટેસ્ટિંગ ન થયા અને જિલ્લાને સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ વગર જોખમમાં મુકવાની ચેષ્ટા કરી.

જિલ્લા આરોગ્ય અધિકારીના પત્રમાં આવા આકરા શબ્દો વપરાયા
‘આપને વારંવાર મૌખિક તથા લેખિત સૂચના આપવા છતાં આપની ઓપીડીમાંથી RTPCR સેમ્પલ લેવાની કામગીરી ખૂબ જ નબળી જણાય છે. કચેરી દ્વારા આપના દ્વારા લેવાયેલા સેમ્પલ કનેક્શનનું એનાલિસિસ કરતા આપની કામગીરી ખૂબ જ ઓછી જણાય છે. સરકારની ગાઈડલાઈન મુજબ T3 સ્ટ્રેટર્જી ટેસ્ટ, ટ્રીટ અને ટ્રેકના અસરકારક અમલીકરણ માટે શંકાસ્પદ દર્દીઓને વહેલામાં વહેલી તકે શોધી તેમનું પરીક્ષણ સુનિશ્ચિત કરવા તાવ, શરદી, ઉધરસ, ઝાડા તેમજ અન્ય કોરોનાને લગત લક્ષણો ધરાવતા તમામ વ્યક્તિઓના સેમ્પલ ટેસ્ટિંગ આપની કક્ષાએ કરાય તેની તાકીદ કરવામાં આવે છે.

તારીખ

સેમ્પલ

2460
3944
41114
51025
6217
779
8203
9224
10966
111179
121174

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...