તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી બાદ લગ્નસરા સીઝન:નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્ન માટેનાં માત્ર 5 શ્રેષ્ઠ મુહૂર્ત, 15 ડિસેમ્બરથી કમુરતાં, 21થી 28 માર્ચ સુધી હોળાષ્ટક

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઓછાં મુહૂર્તમાં વધુ લગ્ન યોજાશે

દિવાળી પર્વ બાદ લગ્નસરાની સીઝન પૂરબહાર ખીલશે, પરંતુ આ વર્ષે લગ્ન માટેનાં મુહૂર્ત ખૂબ ઓછાં હોવાને કારણે ઓછાં મુહૂર્તમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વધુ લગ્ન યોજાશે. દિવાળી પછી લગ્ન માટેના નવેમ્બરનાં માત્ર બે મુહૂર્ત તારીખ 27 અને 30 નવેમ્બર છે, જ્યારે ડિસેમ્બર મહિનામાં લગ્ન માટેનાં માત્ર ત્રણ જ મુહૂર્ત છે, જે તારીખ 7, 8 અને 9 ડિસેમ્બરે આવશે. ઓછાં મુહૂર્ત હોવાને કારણે લોકોને લગ્ન માટેના હોલ બુકિંગ, કેટરર્સ, મંડપ સહિતની વ્યવસ્થા કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

સંવત 2076માં ઉનાળામાં માર્ચ મહિનાથી કરાયેલા લોકડાઉનને કારણે અનેક લગ્નો મોકૂફ રહ્યાં, જે હવે દિવાળી પછીનાં મુહૂર્તમાં યોજાશે. 15 ડિસેમ્બરથી કમુરતાંનો પ્રારંભ થશે અને લગ્નની સીઝનમાં ફરી બ્રેક લાગશે. ત્યાર બાદ ચૈત્ર મહિનામાં ફરી લગ્નની સીઝન શરૂ થશે. આ વર્ષે ઉનાળામાં લગ્ન માટેનાં 32 જેટલાં શુભ મુહૂર્ત છે, જ્યારે શિયાળામાં માત્ર 7 જ મુહૂર્ત છે. તારીખ 21થી 28 માર્ચ સુધી હોળાષ્ટક દરમિયાન લગ્ન થઇ શકતાં નથી અને તારીખ 14 માર્ચથી 14 એપ્રિલ દરમિયાન મિનારક કમુરતાંને કારણે લગ્ન સહિતના શુભ કર્યો થતાં નથી.

જાન્યુઆરીમાં લગ્નના એકેય મુહૂર્ત નહીં, ફેબ્રુઆરીમાં માત્ર બે!
શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે કે આ વર્ષે તારીખ 19 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી 2021 સુધી ગુરુનો અસ્ત છે અને તારીખ 21 ફેબ્રુઆરીથી 15 એપ્રિલ સુધી શુક્રનો અસ્ત છે, આથી કમુરતાં બાદ ફેબ્રુઆરીમાં લગ્ન માટેનાં માત્ર બે જ મુહૂર્ત છે, જેમાં એક મુહૂર્ત 15 ફેબ્રુઆરી અને બીજું 16 ફેબ્રુઆરીએ છે. આમ, ગુરુનો અસ્ત હોતા જાન્યુઆરીમાં લગ્નના એકપણ મુહૂર્ત નથી અને ફેબ્રુઆરીમાં ગુરુ અને શુક્રનો વારાફરતી અસ્ત હોતા વચ્ચે લગ્નનાં માત્ર બે જ મુહૂર્ત છે.

એપ્રિલથી જુલાઈનાં શુભ મુહૂર્તો
માસ મુહૂર્તની તારીખ

 • એપ્રિલ 24, 25, 26, 28, 29, 30
 • મે 1, 4, 8, 20, 21, 22, 24, 26, 28, 30, 31
 • જૂન 3, 4, 6, 15, 16, 19, 20, 21, 24, 26, 28
 • જુલાઈ 1, 2, 3, 13

દિવાળી પછી લગ્નનાં 5 મુહૂર્ત

 • 27 નવેમ્બર
 • 30 નવેમ્બર
 • 07 ડિસેમ્બર
 • 08 ડિસેમ્બર
 • 09 ડિસેમ્બર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો