હજુ પણ તોળાતું જળસંકટ:રાજકોટમાં 2020માં ઓગસ્ટ સુધીમાં 45 ઇંચ વરસાદ સામે આ વર્ષે 23 ઇંચ જ, 22 ઇંચની ખાધ, જિલ્લાના જળાશયોમાં 31.16% જ પાણી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 વર્ષમાં 2014માં માત્ર 15 ઈંચ અને 2019માં સૌથી વધુ 61 ઇંચ વરસાદ નોંધાયો હતો
  • સૌરાષ્ટ્રના 20 ડેમમાં અડધાથી 10 ફૂટ સુધી નવા નીરની આવક, આજી- 2 ડેમ 1.60 ફૂટ જ ખાલી

રાજકોટ મહાનગરમાં ચાલુ વર્ષે ચોમાસુ અટકી ગયું છે. આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ આગાહી વચ્ચે ગઇકાલે બે ઈંચ વરસાદ રાજકોટમાં પડ્યો હતો. હજુ ડેમોમાં પાણીની આવક થાય એવા વરસાદના કોઇ સંજોગો દેખાતા નથી. નર્મદા નીર આવવાની તૈયારી થઈ ગઈ છે. ત્યારે ગત વર્ષના ઓગષ્ટ મહિનાની સરખામણીએ ચાલુ વર્ષે ઓછો વરસાદ પડ્યો છે. મ્યુનિ. કોર્પોરેશન હેઠળની ફાયર શાખામાં નોંધાયેલા આંકડા મુજબ આ વર્ષે ઓગષ્ટ મહિનો પૂરો થઈ ગયો છે. ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં 45.4 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આ વર્ષે માત્ર 23 ઇંચ વરસાદ નોંધાતા 22 ઇંચની ખાધ પડી છે. રાજકોટ જિલ્લાના જળાશયોમાં સરેરાશ 31.16 ટકા જ પાણી છે. આથી જળસંકટ રાજકોટ પરથી હટ્યું નથી.

2016ના વર્ષમાં ઓગષ્ટ સુધીમાં 17 ઇંચ વરસાદ પડ્યો હતો
2017માં 25 ઓગષ્ટે આજી અને ન્યારી તથા 2019માં ન્યારી ડેમ ઓવરફ્લો થઇ ગયા હતા. પરંતુ હાલ કોઇ જળાશયમાં પૂરા ત્રણ મહિનાનું પાણી પણ ન હોય, સરકાર સૌની યોજના હેઠળ ક્યારે નર્મદા નીર ઠાલવશે તેની તંત્રવાહકો રાહ જોઇ રહ્યાં છે. આગામી બે-ત્રણ દિવસમાં જ નર્મદા નીર આવશે તેવું સત્તાધિશોએ જણાવ્યું છે. કોર્પોરેશનના સુત્રોના જણાવ્યા મુજબ 2016ના વર્ષમાં ઓગષ્ટ સુધીમાં 17 ઇંચ વરસાદ પડ્યો હતો. પરંતુ 2017માં આ સમયગાળા સુધીમાં 1164 મિમિ એટલે કે 46 ઇંચથી વધુ પાણી પડી ગયું હતું અને આજી-ન્યારી બંને ડેમ છલકાય ગયા હતા. 2018માં આ અરસામાં 535 મિમિ પાણી પડ્યું હતું તો 2019માં 38 ઇંચથી વધુ એટલે કે 960 મિમિ વરસાદ પડી જતા ન્યારી ડેમ ઓવરફ્લો થયો હતો અને તહેવારોની રોનક વધી ગઇ હતી.

ભાદર ડેમની સપાટી 18 ફૂટે પહોંચી
ભાદર ડેમની સપાટી 18 ફૂટે પહોંચી

34 ફૂટના વિશાળ ભાદર ડેમનું લેવલ 18 ફૂટે પહોંચ્યું
માત્ર ગત વર્ષની સાથે સરખામણી કરીએ તો 45.4 ઇંચ વરસાદ પડ્યો હતો. આ વખતે 575 મિમિ એટલે કે 23 ઇંચ વરસાદ પડ્યો છે. જે ગત વર્ષથી 22 ઇંચ ઓછો છે. હાલ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે રાજકોટમાં માંડ બે ઇંચ વરસાદ પડ્યો હતો. આગામી ત્રણ દિવસ હજુ આગાહી છે. સારો વરસાદ પડે તેવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યાં છે. ડેમોની સ્થિતિ જોઇએ તો 29 ફૂટના આજી ડેમનું લેવલ 16 ફૂટ, 25 ફૂટના ન્યારી ડેમની સપાટી 17.88 ફૂટ અને 34 ફૂટના વિશાળ ભાદર ડેમનું લેવલ 18 ફૂટ રહ્યું છે. તેમાં પણ છેલ્લા વરસાદથી ભાદરમાં ત્રણ ફૂટ પાણી આવ્યું હતું. હવે વરસાદ પહેલા આજી અને ન્યારી ડેમમાં સૌની યોજનાના પાણી આવશે અને રાજકોટની પીવાના પાણીની સમસ્યા હળવી થશે તેવું શાસકો કહી રહ્યાં છે.

ઓગસ્ટ-2020માં સાત વર્ષનો સૌથી વધુ વરસાદ
છેલ્લા પાંચ વર્ષમાં ઓગસ્ટ માસમાં સૌથી ઓછો વરસાદ આ વખતે માત્ર 1.24 ઈંચ, જ્યારે સૌથી વધુ વરસાદ ગત વર્ષે 27.48 ઈંચ થયો હતો. 2015થી 2021 સુધીના ઓગસ્ટ માસમાં 2015 માં ઓગસ્ટ માસમાં 1.32 ઈંચ, 2016 માં 7.42 ઈંચ, 2017માં 7.72 ઈંચ , 2018 માં 6.72 ઈંચ, 2019 માં 21.02 ઈંચ, 2020માં 27.48 ઈંચ વરસાદ થયો હતો. જ્યારે 2015થી 2020 સુધીનો સીઝનનો કુલ વરસાદ અનુક્રમે 796 મીમી, 559 મીમી, 1295 મીમી, 539 મીમી, 1361 મીમી અને 1246 મીમી વરસાદ નોંધાયો છે.

રાજકોટમાં હજુ 22 ઇંચ વરસાદની ખાધ.
રાજકોટમાં હજુ 22 ઇંચ વરસાદની ખાધ.

રાજકોટ જિલ્લાના જળાશયોમાં સરેરાશ 31.16 ટકા પાણી
રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયો પૈકી ગઇકાલે ભાદર ડેમ પર 8 મી.મી. વરસાદ સાથે જળ સપાટી 19.90 ફૂટ, મોજ ડેમ પર 10 મી.મી. વરસાદ સાથે 35.90 ફૂટ, વેણુ-2 ડેમ પર 5 મી.મી. વરસાદ સાથે 14.90 ફૂટ, સુરવો પર 30 મી.મી. વરસાદ સાથે 4.40 ફૂટ, વાછપરી પર 5 મી.મી. વરસાદ, ન્યારી-1 ડેમની જળ સપાટી 17.10, છાપરાવાડી-2 માં 2 મી.મી. વરસાદ સાથે 0.80 ફૂટ, ઈશ્વરિયા 10 મી.મી. વરસાદ સાથે જળ સપાટી 1.30 ફૂટ, ભાદર- 2 ડેમમાં 14 મી.મી. વરસાદ સાથે જળ સપાટી 11 ફૂટ, કર્ણકી 50 મી.મી. વરસાદ સાથે જળ સપાટી 9.20 ફૂટ સાથે રાજકોટ જિલ્લાના જળાશયોમાં સરેરાશ 31.16 ટકા પાણી વર્તમાન સ્થિતિએ ઉપલબ્ધ હોવાનું રાજકોટ સિંચાઈ વર્તુળની યાદીમાં જણાવાયું છે.

2 અને 3 સપ્ટેમ્બર ભારેથી અતિભારે વરસાદ
રાજકોટના તરઘડીયા સ્થિત સુકી ખેતિ સંશોધન કેન્દ્રની યાદી મુજબ ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળેલી હવામાન માહિતી અનુસાર રાજકોટ જિલ્લામાં આગામી 1થી 5 સપ્ટેમ્બર દરમિયાન હવામાન ગરમ, ભેજવાળું અને વાદળછાયું રહેશે અને 1, 4 અને 5 સપ્ટેમ્બરના રોજ મધ્યમ અને 2 અને 3 સપ્ટેમ્બરના રોજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમિયાન 28-31 ડિગ્રી સેલ્શિયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રિ દરમિયાન 22-24 ડિગ્રી સેલ્શિયસ જેટલું રહેવાની સંભાવના છે.આ સમયગાળા દરમિયાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે 84-91 અને 52-72 ટકા રહેશે. પવનની દિશા પશ્ચિમની રહેવાની અને પવનની ઝડપ 17થી 21 કિમી રહેવાની શક્યતા છે.

ગોંડલનો આશાપુરા ડેમ છલોછલ.
ગોંડલનો આશાપુરા ડેમ છલોછલ.

2008થી 2021 સુધીનો કુલ વરસાદ

વર્ષવરસાદ (ઇંચમાં)
2008

32

200923
201055

2011

39

2012

19

2013

52

2014

15

2015

31

2016

19

2017

51

2018

22

2019

61

2020

45
202123.08