તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોલમાર્કિંગનો કાયદો:સૌરાષ્ટ્ર-કચ્છમાં 2000 જ્વેલર્સ પાસે જ BISનું લાઇસન્સ, નાના વેપારીઓ લાઇસન્સ લેતા નથી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 40 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા સોની વેપારીઓને મુક્તિ મળતા રાહત
  • પ્રથમ દિવસે ખરીદી અને વેચાણ રાબેતા મુજબ થયું, નિયમની કોઈ મોટી અસર ન વર્તાઈ

સોનાના દાગીનામાં ફરજિયાત હોલમાર્કિંગનો કાયદો લાગુ કરાયો છે. જોકે અત્યાર સુધી આ કાયદો મરજિયાત હોવાને કારણે સૌરાષ્ટ્ર- કચ્છના માત્ર 2000 વેપારીએ જ બીઆઇએસનું લાઇસન્સ લીધું છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા અને માહિતીનો અભાવ, ઓનલાઈનની જટિલ પ્રક્રિયાને કારણે નાના વેપારીઓ લાઇસન્સ લેવાનું ટાળી રહ્યા છે અને દાગીનામાં મોટા હોલસેલરના હોલમાર્કિંગનો ઉપયોગ કરતા હોય છે. જોકે નવા નિયમ મુજબ 40 લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીને હોલમાર્કિંગમાંથી મુક્તિ અપાતા રાહત મળી છે.

હોલમાર્કિંગથી સોની વેપારીથી લઇને ગ્રાહક પર તેની શું અસર આવશે

  • વેપારી: નાના વેપારીઓ જે દાગીના બનાવે છે તેની શુદ્ધતા પર કોઈ વિશ્વાસ ઝડપથી કરતા નથી. તેથી તેને નુકસાન જાય છે, પરંતુ હોલમાર્કિંગના નિયમથી નાના વેપારીએ બનાવેલા દાગીનાની પણ વિશ્વસનીયતા વધશે જેથી તેને વેપાર મળશે.
  • ગ્રાહક :ગ્રાહક ખરીદે ત્યારે અને વેચે ત્યારે તેનો દાગીનો કેટલા કેરેટનો છે તેનો ખ્યાલ અને પુરાવા બન્ને રહેશે. જો ગ્રાહક ઈચ્છે તો તેનું રિ-ચેકિંગ પણ કરી શકશે અને જો દર્શાવેલ ગુણવત્તા કે કેરેટ મુજબનો નહિ હોય તો જેની પાસેથી ખરીદ કર્યો છે તેની સામે કાર્યવાહી થઇ શકશે.
  • ઘડામણ: જ્યારે સોની વેપારી કારીગરને દાગીના બનાવવા માટે ઓર્ડર આપે ત્યારે કેટલાક કારીગરો તેમાં અન્ય ધાતુનું નક્કી કરેલા પ્રમાણ કરતા એક ગ્રામ વધુ ભેળવી દેતા, પરંતુ હવે આ થઇ શકશે નહિ. જેને કારણે ઘડામણ દરમિયાન થતી છેતરપિંડી પણ અટકશે. > રમેશભાઈ લોલારિયા,બોર્ડ મેમ્બર જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન

શા માટે નાના વેપારી BIS લાઇસન્સ લેવાનું ટાળે છે

  • કેટલાક નાના સોની વેપારી કે જેની દુકાનમાં કોઈ પણ કર્મચારી નથી, તેની પાસે સિસ્ટમ કે અન્ય જરૂરી માહિતી નથી તેથી તેને સમગ્ર પ્રક્રિયા જટિલ લાગે છે.
  • કેટલાક સેન્ટરમાં હોલમાર્કિંગ સેન્ટર પૂરતા પ્રમાણમાં નથી.
  • હોલમાર્કિંગ માટે દાગીનાનો ફોટો, તેનો જથ્થો કેટલો છે, વજન કેટલું થાય છે, તે બધી માહિતી ઓનલાઈન અપડેટ કરવાની હોય છે. નાના વેપારીઓ માટે આ બધી વસ્તુ કરવી અશક્ય છે.
  • વેપારીઓ પોતે બનાવેલી ડિઝાઈન લીક થઇ જવાની બીકને કારણે તેઓ આ પ્રક્રિયા કરતા નથી.

અન્ય સમાચારો પણ છે...