કોરોના રાજકોટ LIVE:શહેરમાં માત્ર 2 કેસ દાખલ, 13 કોરોનામુક્ત, 57 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટ શહેરમાં કોરોનાના માત્ર 2 પોઝિટિવ કેસ જાહેર કરાયા છે જ્યારે તેની સામે 9ને ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 57 થઈ ગઈ છે. આ સાથે શહેરમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંક વધીને 65391 થયો છે.

વરસાદની સિઝન બાદ હવે રોગચાળાની સિઝન આવી
રાજકોટ શહેરમાં વરસાદની સિઝન બાદ હવે રોગચાળાની સિઝન આવી છે અને તાવ-શરદી જેવા વાઇરલ રોગ અત્યારથી જ બમણા થઈ ગયા છે, આવતા સપ્તાહથી કોરોનાના કેસ વધી શકે છે અને ત્યારબાદ મચ્છરજન્ય રોગ પણ માથું ઊંચકશે. શહેરના આરોગ્ય કેન્દ્રોમાં ગત સપ્તાહે તાવ શરદીના કેસ 227 નોંધાયા હતા જ્યારે 22થી 28 ઓગસ્ટ દરમિયાન આ આંક વધીને 384 થયો છે જે બમણા જેટલા વધી ગયા છે. આ સિવાય શહેરની ખાનગી હોસ્પિટલ અને સિવિલમાં તેના કરતા પણ વધુ કેસનો ઉછાળ આવી રહ્યો છે.

શરદી-ઉધરસ થતા વૃદ્ધે હોસ્પિટલમાં સારવાર લીધી હતી
શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ શરદી-ઉધરસની સમસ્યા રહેતા 20 ઓગસ્ટે ખાનગી તબીબ પાસે સારવાર કરાવવા પહોંચ્યા હતા. જ્યાંથી કોરોનાના સેમ્પલ લેવાયા હતા. રિપોર્ટ પોઝિટિવ આવતા વૃદ્ધને સિવિલની કોવિડ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. જ્યાં એક સપ્તાહ સુધી સારવાર ચાલી હતી પણ તે કારગર ન નીવડતા 28મીએ વૃદ્ધનું સિવિલમાં જ મોત નીપજ્યું હતું.