બેડની સ્થિતિ:માત્ર 142 જ બેડ ખાલી, ગાયનેક વિભાગમાં કોરોના વોર્ડ, મૃતદેહોનું વેઈટિંગ ઘટાડવા વધુ 4 સ્મશાન શરૂ

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજન માટે સિવિલ જ અંતિમ ઉપાય રહ્યો, ખાનગીમાં ચોપડે 25 બેડ ખાલી પણ હકીકતે એકપણ હોસ્પિટલ દાખલ કરતી નથી

રાજકોટમાં કોરોનાના કેસ દરરોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે અને જે ગતિએ કેસ વધી રહ્યા છે તેને કારણે હોસ્પિટલ ભરાવા લાગી છે અને હવે સિવિલ હોય કે ખાનગી ક્યાંય પણ દર્દીઓને દાખલ કરવાની જગ્યા બાકી રહી નથી શનિવાર સાંજની સ્થિતિએ રાજકોટ શહેર અને જિલ્લા સહિત કુલ 2588 બેડમાંથી માત્ર 142 ખાલી રહ્યા છે તેમાંથી પણ 41 બેડ ઈએસઆઈસીના છે જે હજુ કાર્યરત થઇ નથી.

રાજકોટ શહેર નહીં ગ્રામ્યમાં પણ આવી જ હાલત છે જસદણ હોસ્પિટલમાં એકપણ બેડ ખાલી નથી જ્યારે ગોંડલ અને ધોરાજીમાં પણ 9 અને 15 જ બેડ વધ્યા છે. સિવિલમાં કોરોના વોર્ડ માટે અલગ-અલગ વિભાગો ખાલી કર્યા બાદ ગાયનેક વિભાગને પણ પદ્મકુંવરબામાં શિફ્ટ કરી ત્યાં 100 બેડ ઉમેરાશે અને તેનાથી હવે સિવિલ હોસ્પિટલ કોવિડમાં ફેરવાઈ ગઈ છે. સમરસ હોસ્ટેલમાં હજુ ઓક્સિજન લાઈન નખાઇ રહી છે અને રાત સુધીમાં બીજા 64 બેડ તૈયાર કરવા પ્રયત્ન છે.

હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતા મૃતકોની સંખ્યા વધી છે અને અંતિમસંસ્કાર માટે 24 કલાક રાહ જોવી પડે છે. આ કપરી સ્થિતિ નિવારવા મેયર પ્રદીપ ડવે તાકીદે બેઠક બોલાવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, કમિશનર ઉદિત અગ્રવાલ સહિતના અધિકારીઓ અને સ્મશાન ગૃહોના સંચાલકો જોડાયા હતા. જેમાં કોવિડના અંતિમસંસ્કાર ઝડપથી થાય તે માટે પોપટપરા સ્મશાન, નવા થોરાળા સ્મશાન, રૂખડિયા તેમજ નવાગામના સ્મશાન ગૃહોમાં કોવિડના મૃતદેહો લઈ જવાશે.

આ તમામ સ્થળે કુલ 9 ખાટલા અને બ્લોઅર છે અને રવિવારથી કાર્યરત થતા માત્ર 4 જ કલાકમાં 20 મૃતદેહના અંતિમસંસ્કાર થઈ જશે. આ સેવા દરમિયાન સ્મશાન ગૃહના કોઇ કર્મી કોરોનાગ્રસ્ત થાય તો તમામ ખર્ચ મનપા ભોગવશે. આ ઉપરાંત રૈયા સ્મશાન, કોઠારિયા અને મુંજકામાં પણ જે કોઇ વસ્તુ ખૂટતી હોય તો તે માટે મનપા બે દિવસમાં ત્યાં પણ કામ શરૂ કરાવશે.

શનિવાર સાંજ 4 સુધીની સ્થિતિ

હોસ્પિટલકુલઓક્સિજનવેન્ટિલેટરખાલી
બેડબેડબેડબેડ
સિવિલ80853820523
સમરસ292236027
ઈએસઆઈએસ4141041
કેન્સર હોસ્પિ.19717702
ગોંડલ હોસ્પિ.555409
જસદણ હોસ્પિ.242400
ધોરાજી હોસ્પિ.7035015
ખાનગી હોસ્પિ.110180629525
કુલ25881911500142
અન્ય સમાચારો પણ છે...