તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કીમ નિષ્ફળ:વિવાદ સે વિશ્વાસ સ્કીમ માટે માત્ર 1300 જ અરજી આવી

રાજકોટ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • કરદાતા લાભ નહિ લેતા ઈન્કમટેક્સ રૂબરૂ મળીને સમજાવી રહ્યા છે

વર્ષો જૂની બાકી ટેક્સની વસૂલાત થાય અને કેસનો નિવેડો આવે તે માટે વિવાદ સે વિશ્વાસ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે, પરંતુ વાસ્તવમાં આ સ્કીમ કરદાતાઓનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ સાબિત થઇ છે. અત્યાર સુધી રાજકોટ ઈન્કમટેક્સમાં માત્ર 1300 જ અરજી આવી છે. આ સ્કીમનો લાભ લઇ શકે તે માટે ઈન્કમટેક્સ કરદાતાઓને રૂબરૂ મળીને સમજાવી રહ્યા છે. આ સિવાય આ સ્કીમને સફળ બનાવવા માટે સીએ, ટેક્સ કન્સલ્ટન્ટનો સહારો લેવામાં આવી રહ્યો છે. 5 હજારથી વધુ એવા કેસ છે કે જેમાં કોઇને કોઇ કારણોસર ટેક્સની વસૂલાત બાકી છે. જેમાંથી માત્ર 1300 જ કરદાતાઓએ આ સ્કીમનો લાભ લેવાનું પસંદ કર્યુ છે.

જોકે 28 ફેબ્રુઆરી આ સ્કીમની અંતિમ મુદત છે. ત્યારે અધિકારીઓ એવી આશા રાખીને બેઠા છે કે આ સ્કીમનો લાભ વધુને વધુ કરદાતાઓ લેશે. જે કેસમાં વસૂલાત બાકી છે તેનું મુખ્ય કારણ ટ્રિબ્યૂનલ કેસમાં ભરાવો થયો છે. આ સિવાય તેઓ જે અપીલમાં જાય તો તેને પેનલ્ટી ઓછી આવે છે. આમ,પેનલ્ટીમાં ઓછી રાહત મળવાને કારણે કરદાતાઓ વિવાદ સે વિશ્વાસ સ્કીમમાં જવાનું ટાળી રહ્યા છે.

વેટમાં એસેસમેન્ટ ઓછા સમયમાં પૂરા થયા બાદ હવે 2019-2020 માટે જીએસટીના સીએ ઓડિટની અંતિમ મુદત આવીને ઊભી રહી છે. એક તો ડિસેમ્બરના અંતમાં ફોર્મ આવ્યા છે અને આ ફોર્મ આવ્યા બાદ આપેલી માહિતી ભેગી કરવામાં સમય ઓછો પડશે. આ ઓડિટ રિપોર્ટ રજૂ કરવાની અંતિમ મુદત 28 ફેબ્રુઆરી છે ત્યારે આ મર્યાદા વધે તેવી આશા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો