તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો ભય:બસપોર્ટમાં રોજ 20 હજારમાંથી 100 લોકો જ રિપોર્ટ કરાવે છે, ફલાઈટ અને રેલવેમાં જવાનું ટાળવા લાગ્યા

રાજકોટ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાનો કહેર અને ટેસ્ટ ફરજિયાત થતાં લોકો માસ ટ્રાન્સપોર્ટેશનમાં જવાનું ટાળવા લાગ્યા

કોરોનાના કેસ વધતા અને મુસાફરી દરમિયાન આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત થતા તેની અસર માસ ટ્રાન્સપોર્ટેશનમાં જવાનું ટાળવા લાગ્યા છે. બસપોર્ટ ખાતે કોરોનાના ટેસ્ટ માટે બૂથ ઊભું કરવામાં આવ્યું છે, પરંતુ 20 હજારમાંથી માત્ર 100 લોકો જ આ બૂથ ટેસ્ટમાં ટેસ્ટ કરે છે. જ્યારે ફ્લાઇટમાં આવન જાવન માટે આરટીપીસીઆર ફરજિયાત કરાતા ફ્લાઇટમાં જવાનું લોકો ટાળી રહ્યા છે. જ્યારે હાલ રેલવેમાં માત્ર 5 હજાર લોકો જ મુસાફરી કરે છે.

પહેલા મુલાકાતીઓ હતા એટલા મુસાફરો આવે છે
રાજકોટ રેલવેએ કોરોના પહેલા 5 હજાર જેટલા મુલાકાતીઓ મુલાકાત માટે આવતા હતા, પરંતુ કોરોનાના કેસ વધતા હતા હવે મુલાકાતીઓ જેટલી સંખ્યા મુસાફરોની રહી છે.જે લોકો મુસાફરી કરીને આવી રહ્યા છે તેની પાસે આરટીપીસીઆર નથી તેઓના એન્ટિજન્ટ ટેસ્ટ કરવામાં આવે છે અને જે પોઝિટિવ આવે તેને સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે.

જેને શરદી, ઉધરસ જેવું લાગે છે તેઓ ટેસ્ટ કરાવે છે
બસપોર્ટમાં સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાંથી મુસાફરી માટે આવે છે અને જાય છે. બસપોર્ટ ખાતે બૂથ ટેસ્ટ ઊભું કરવામાં આવ્યું છે. જે મુસાફરોને મુસાફરી દરમિયાન શરદી, ઉધરસ, નબળાઈ લાગે તે લોકો સામેથી ટેસ્ટ કરાવે છે. રોજ 100 જેટલા ટેસ્ટ થાય છે. જેમાં 25 મુસાફરના રિપોર્ટ પોઝિટિવ આવે છે. જે બહારગામથી આવે છે તેમને સિવિલ અથવા ક્વોરન્ટાઈન સેન્ટરમાં રીફર કરવામાં આવે છે.

RTPCRના નિયમથી કચવાટ, બુકિંગ રદ થવા લાગ્યા
ફ્લાઇટમાં મુસાફરી માટે 72 કલાક પહેલા કરાવેલો આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. જેને કારણે મુસાફરોમાં કચવાટ ફેલાયો છે. ખાસ કરીને જેમણે રિટર્ન જર્ની કરવાની છે તેઓમાં આ નિયમને લઇને રોષ ફેલાયો છે. નવા નિયમને કારણે અનેક લોકોએ પોતાના બુકિંગ રદ કરાવી નાખ્યા છે.મુસાફરો નહિ મળતા એરલાઈન્સને ફ્લાઇટ રદ કરવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો