તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પ્રશિક્ષણ:વિવેકાનંદ કેન્દ્ર દ્વારા 21મી જૂને ઓનલાઈન યોગ તાલીમ અપાશે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિશ્વને ભારતીય સંસ્કૃતિ દ્વારા મળેલ અનેક બહુમૂલ્ય ભેટમાંની એક છે યોગવિદ્યા. વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે વિવિધ શારીરિક, માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે ત્યારે યોગના  અભ્યાસથી તે આ બધામાંથી મુક્તિ મેળવી શકે છે. યોગનું મહત્વ સમજીને 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ  ઉજવતું થયું છે. ત્યારે વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી, રાજકોટ શાખા દ્વારા પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં લઈને 21મી જૂને સવારે પોણા સાતથી સવા આઠ વાગ્યા સુધી યૂ ટ્યૂબ પર  ઓનલાઈન યોગ તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં વિવેકાનંદ કેન્દ્રના રાષ્ટ્રિય ઉપાધ્યક્ષા, પદ્મશ્રી નિવેદિતાદીદી “યોગ આધારીત જીવન પદ્ધત્તિ” ઉપર માર્ગદર્શન આપશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો