સ્ટેન્ડીંગ કમિટીની બેઠક:રાજકોટમાં મનપાની 3 લાયબ્રેરીમાં UPSCના ઓનલાઇન વીડિયો કોર્સ શરૂ થશે, 31.49 કરોડનો ખર્ચ મંજુર

રાજકોટ22 દિવસ પહેલા
સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ
  • રામનાથ મંદિર ડેવલોપમેન્ટ માટે રૂ.187 કરોડની ગ્રાન્ટ માટે સરકાર પાસે દરખાસ્ત કરાશે

મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આજે અલગ અલગ કામોની 36 દરખાસ્ત મંજુર કરી 31.49 કરોડના ખર્ચને બ્હાલી આપવામાં આવી હતી. આ અંગે સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, દરખાસ્ત મુજબ આજી રિવરફ્રન્ટ અને રામનાથ મંદિર ડેવલોપમેન્ટ માટે રૂ.187 કરોડની ગ્રાન્ટ મેળવવા માટેની દરખાસ્ત સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી.

36 દરખાસ્તનો ખર્ચ મંજુર
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે સ્ટેન્ડીંગમાં 36 દરખાસ્તનો ખર્ચ મંજુર કરવામાં આવેલ. વોર્ડ નં. 3માં ફ્લાવર બેડ ટાઈપના રોડ ડિવાઈડર માટે 29.91 લાખ, કોટેચા સ્કૂલ રોડ ઉપર ડામર કાર્પેટ કરવાના 1.33 કરોડ, 150 ફૂટ રીંગ રોડ પર મોદી સ્કૂલથી સોજીત્રાનગર સુધી 508મીમી વ્યાસની નવી પાઈપલાઈન નાખવા માટે 2.22 કરોડ, વોર્ડ નં. 2માં હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં મેયરની ગ્રાન્ટમાંથી 120 લીટર કેપેસીટીના ડસ્ટબીન વિનામુલ્યે આપવા માટે રૂા. 99 હજાર, તેમજ રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓના પોતાના અથવા પુત્ર-પુત્રીઓના પ્રસંગ માટે કોમ્યુનિટી હોલ રિઝર્વ રાખવા સહિતની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.

ઓનલાઇન વીડિયો કોર્સ શરૂ કરવામાં આવશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વાંચનપ્રેમીઓ માટે અલગ-અલગ આઠ લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. વોર્ડ નં.6માં નવી અદ્યતન લાઇબ્રેરી નિર્માણ પામી રહી છે. આઠ લાઇબ્રેરીમાં આશરે 32 હજાર સભ્યો છે. તમામ લાઇબ્રેરીમાં આશરે 835 બેઠક વ્યવસ્થા છે. દરમિયાન કોર્પોરેશનની ત્રણ લાઇબ્રેરીમાં જીપીએસસી અને રાજ્ય સરકારની વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઇન વીડિયો કોર્સ શરૂ કરવામાં આવશે.

મોટામવા ખાતે બનશે બે નવા બ્રિજ
રાજકોટ શહેરમાં મુખ્ય માર્ગોને જોડતા નાના નાલાઓની જગ્યાએ મોટા બ્રીજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આથી જડુસ સર્કલ બાદ આવતા મોટા મવા બ્રીજને પહોળો કરવામાં આવશે. તેમજ નાનમૌવા મેઈન રોડ ઉપર આવતા ભીમનગરથી મોટા મૌવા સુધીના માર્ગ ઉપર નવો બ્રીજ બનાવવામાં આવશે. બન્ને બ્રીજનો ખર્ચ આજની સ્ટેન્ડીંગમાં મંજુર કરાવમાં આવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...