ટ્રાન્સપોર્ટેશન:રાત્રિના 11.30થી 5.30 ટ્રેનનું ઓનલાઈન રિઝર્વેશન-ટિકિટ કેન્સલ નહિ થઇ શકે

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજથી 7 દિવસ સુધી ડેટા અપડેટ થવાની કામગીરી થશે, રેલવેની 139 હેલ્પલાઈન અને પૂછપરછ સહિતની અન્ય સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે

કોવિડની મહામારી બાદ આજથી હવે તમામ ટ્રેન નિયમિત રૂટથી ચાલશે. ટ્રેનના નંબર પણ હવે જૂના જ માન્ય રહેશે. વેબસાઈટ પર ટ્રેનના જૂના નંબર અને અન્ય માહિતી અપડેટ કરવાની કામગીરી 14 નવેમ્બર રવિવારે રાત્રીથી શરૂ થઈ છે. જે 7 દિવસ સુધી ચાલશે. જેને કારણે આજથી સાત દિવસ સુધી રાત્રિના 11.30 થી સવારના 5.30 સુધી ઓનલાઈન રિઝર્વેશન અને ટિકિટ કેન્સલની સેવા ચાલુ રહેશે નહીં. જ્યારે 139 હેલ્પલાઈન, પૂછપરછ અને અન્ય સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે.

આ અંગે રેલવે વિભાગના સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ દિવસ દરમિયાન રેલવેની વેબસાઈટ પર ટિકિટ બુકિંગ અને પૂછપરછ સહિતની સેવાનો વધારે લાભ લેવાતો હોય છે. મુસાફરોને આ સમયગાળામાં પૂરતી સેવા મળી રહે તે માટે ડેટા અપડેટ કરવાની કામગીરી રાત્રિના સમયે કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કરન્ટ રિઝર્વેશન પણ નહિ થઈ શકે. જ્યારે દિવસ દરમિયાન સવારના 8.00 થી રાત્રીના 8.00 સુધી આ રિઝર્વેશનની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે. કોરોનામાં સ્પેશિયલ ટ્રેનના નંબરની ફાળવણી પણ સ્પેશિયલ કરવામાં આવી હતી. હવે જ્યારે આજથી બધી ટ્રેન રાબેતા મુજબ ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ટ્રેનમાં બધા નંબર જૂના જ માન્ય રહેશે.

આજથી 56 ટ્રેન હવે રેગ્યુલર દોડશે, ટિકિટ ચાર્જ પહેલાની જેમ વસૂલાશે
કોરોનાની મહામારી બાદ શરૂ થયેલી ટ્રેન મેલ સ્પેશિયલ કોવિડ અને હોલિડે સ્પેશિયલ તરીકે ચાલતી હતી. આ ટ્રેન હવે પહેલાની જેમ રેગ્યુલર ટ્રેન તરીકે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને કારણે રાજકોટ ડિવિઝનની 56 ટ્રેન જે કોવિડ અને ફેસ્ટિવલ સ્પેશિયલ તરીકે અત્યાર સુધી દોડતી હતી તે હવે આજથી રેગ્યુલર ટ્રેન તરીકે દોડશે. જેમાં ટિકિટ ચાર્જ પણ પહેલાની જેમ નિયમિત વસૂલ કરાશે.

આ નિર્ણયથી રાજકોટ રેલવે ડિવિઝનની ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફર પર વધારાનું આર્થિક ભારણ ઘટશે. આવન-જાવન મળી કુલ 50 ટ્રેન સ્પેશિયલ અને 6 ટ્રેન ફેસ્ટિવલ સ્પેશિયલ તરીકે ચાલતી હતી તે હવે રેગ્યુલર તરીકે દોડશે. હવેથી આ ટ્રેનના જે નંબર છે જે નિયમિત હતા તે જ લાગુ પડશે. વધુ માહિતી www.wr.indianrailway.gov.in વેબસાઈટ પર ઉપલબ્ધ હશે.

અન્ય સમાચારો પણ છે...