માર્ગદર્શન:મેડિકલ-ડેન્ટલમાં 28 નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરકારી,ગ્રાન્ટ ઈન એઈડ મેડિકલ ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપથી તથા સ્વ નિર્ભર આયુર્વેદિક, હોમિયોપથી સંસ્થાઓની 15 ટકા ઓલ ઈન્ડિયા ક્વોટાની સ્નાતકકક્ષાની બેઠકો પર શૈક્ષણિક વર્ષ 2021-2022 માટે પ્રવેશના વિસ્તૃત કાર્યક્રમની જાહેરાત કરાઈ છે. 17 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી પિન વિતરણ, રજિસ્ટ્રેશન થશે. 18 નવેમ્બરથી 29મી નવેમ્બર સુધી હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટની ચકાસણી કરાશે.

​​​​​​​ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની પિન પ્રવેશ સમિતિની વેબસાઈટ www.medadmgujarat.org પરથી રૂ. 200 ભરી મેળવી શકાશે. હેલ્પ સેન્ટર ખાતે પ્રતિ કલાકે 20 વિદ્યાર્થીઓની ઓનલાઈન એપોઈનમેન્ટની વ્યવસ્થા કરાઈ છે. ઉમેદવારે ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ હેલ્પ સેન્ટર ખાતે અરજી ચકાસણી, પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલ જમા કરાવવા માટે અગાઉથી એપોઈન્ટમેન્ટ મેળવી લેવાની રહેશે. જાહેર રજાઓ, રવિવારે હેલ્પ સેન્ટર બંધ રહેશે. ‌વિદ્યાર્થીઓની પ્રવેશને લગતા પ્રશ્નો, મૂંઝવણો માટે પ્રવેશ સમિતિ ટેલિફોન, ઈમેલ medadmgujarat2018@gmail.comથી માર્ગદર્શન આપશે.

અન્ય સમાચારો પણ છે...