• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Online Process Of Registration Of Groundnut At Support Price In Rajkot District Completed, Preparation For Purchase After Profit Five

રજિસ્ટ્રેશન પૂર્ણ:રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીના રજિસ્ટ્રેશનની ઓનલાઇન પ્રક્રિયા પૂર્ણ, લાભપાંચમ બાદ ખરીદીની તૈયારી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • જિલ્લામાં ગત વર્ષે 96000 જ્યારે આ વર્ષે 57579 સુધી જ રજિસ્ટ્રેશન થયું

રાજ્યમાં મગફળી ટેકાના ભાવે ખરીદવાની પ્રક્રિયાના ભાગરૂપે રજિસ્ટ્રેશન ચાલી રહ્યા હતા. જેનું આજ રોજ સમાપન છે અને હવે લાભપાંચમ પછીથી ખરીદીની તૈયારી કરવામાં આવશે. જેમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધુ રજિસ્ટ્રેશન રાજકોટ જિલ્લામાં નોંધાયું છે. જિલ્લામાં 57579 જેટલા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. તેમાંય સમગ્ર રાજ્યમાં ગોંડલ તાલુકામાં 10919 ખેડૂતોએ કરાવી નોંધણી કરાવી છે. જોકે તે પ્રમાણ પણ ગત વર્ષ કરતા ઓછું છે. ગત વર્ષે 96000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. હાલ રાજ્યમાં 33 જિલ્લામાંથી 15 જિલ્લાઓમાં મગફળીની સારી ખેતી થઈ છે જ્યારે બાકીના પ્રદેશોમાં જૂજ પ્રમાણમાં વાવેતર થયું છે.

દરેક તાલુકાના એપીએમસી ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે
આજ સુધી ખેડૂતો ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે હવે 12 દિવસ બાદ લાભપાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ થતું હોવાથી સેન્ટર પર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ અંગે રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી આર.આર. ટીલવાના જણાવ્યા મુજબ જિલ્લામાં કુલ 8 સેન્ટર પર ખરીદી કરવામાં આવશે. દરેક તાલુકાના એપીએમસી ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે. જોકે પડધરી અને લોધિકા તાલુકામાં એપીએમસી ન હોવાથી આ બન્ને તાલુકાના ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે રાજકોટ યાર્ડમાં આવવાનું રહેશે. સાથે જ કોટડાસાંગાણી તાલુકાના ખેડૂતો માટે ગોંડલમાં પુરવઠા નિગમના ગોડાઉન ખાતે મગફળીની ખરીદી કરવામાં આવશે.

તાલુકાઓમાં નોંધણી

તાલુકોરજિસ્ટ્રેશન
રાજકોટ2301
લોધિકા2888
કોટડાસાંગાણી3795
ધોરાજી4304
ઉપલેટા4493
પડધરી4571
વીંછિયા4193
જેતપુર4987
જસદણ5856
જામકંડોરણા9272
ગોંડલ10919