તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી અને ચાર મહિનાથી સિવિલના કોવિડમાં ફરજ બજાવતી નર્સિંગની વિદ્યાર્થિનીએ ઓનલાઇન અભ્યાસ અને નોકરીથી થાકી ગળાફાંસો ખાઇ લીધો હતો. વિદ્યાર્થિનીએ મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં અંતિમ પગલું ભરી લીધું હતું.લખતરની વતની સુજાતા પ્રવીણભાઇ ચૌહાણ (ઉ.વ.22) રાજકોટમાં લાલપરી પાસે આવેલી એચ.એન.શુક્લા નર્સિંગ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી, ચાલુ વર્ષે ઓનલાઇન અભ્યાસ કરતા તે કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવવાની હોવાથી ચાર મહિનાથી સિવિલના કોવિડ સેન્ટરમાં ડ્યૂટી કરતી હતી અને જ્યુબિલી પાસે આવેલી મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી.
મંગળવારે સુજાતાને નાઇટ ડ્યૂટી હોવાથી તે પોતાના રૂમ પર જ હતી જ્યારે તેની સાથી વિદ્યાર્થિની રાત્રે સવાઆઠ વાગ્યે પરત ફરી હતી, સોનુએ અનેક વખત ખટખટાવવા છતાં સુજાતાએ બારણું નહીં ખોલતા તેણે મોબાઇલ કર્યો હતો, પરંતુ તે રિસીવ નહીં થતાં સોનુએ બૂમાબૂમ કરતા અન્ય વિદ્યાર્થિનીઓ દોડી આવી હતી અને ધક્કો મારતા બારણાંની સ્ટોપર તૂટી ગઇ હતી, બારણું ખૂલતાં જ સુજાતા ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં એ.ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
પુત્રીના આપઘાતની જાણ થતાં સુજાતાના પિતા પ્રવીણભાઇ અને માતા પારૂલબેન સહિતના પરિવારજનો પણ રાજકોટ દોડી આવ્યા હતા. પારૂલબેને પોલીસ સમક્ષ કહ્યું હતું કે, સુજાતાએ સાંજે પાંચ વાગ્યે ફોન કરીને કહ્યું હતું કે, ઓનલાઇન અભ્યાસ અને કોવિડની નોકરી હોવાથી થાકી ગઇ છે અને એક માસની રજા લેવાનું પણ જણાવ્યું હતું પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટનાસ્થળેથી કોઇ સુસાઇડ નોટ મળી નથી. આ ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.
મૃતક યુવતીને કંઇક બનવાની ખેવના હતી
આપઘાત કરનાર સુજાતાના પિતા પ્રવીણભાઇએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, તેમને સંતાનમાં બે પુત્ર અને એક જ પુત્રી સુજાતા હતી, સુજાતા નાનપણથી જ બહાર અભ્યાસ કરતી હોય તેને બહાર રહી અભ્યાસ કરવામાં કોઇ મુશ્કેલી નહોતી, અને તેને કંઇક બનવાની ખેવના હતી, સુજાતા થાકે તેવી નહોતી તેવું તેના પિતાએ નિસાસા સાથે કહ્યું હતું.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.