તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાક:ડુંગળી, લસણ, સૂકા મરચા, કાકડીનું વાવેતર વધારે થયું

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
રાજકોટ યાર્ડમાં ગીરના રિંગણાની આવક - Divya Bhaskar
રાજકોટ યાર્ડમાં ગીરના રિંગણાની આવક
 • હળદરનો વાવેતર વિસ્તાર 8 હેક્ટર

ચોમાસામાં ભારે વરસાદથી કપાસ, મગફળીના પાકને નુકસાન ગયું તેથી ખેડૂતોએ તે પાક કાઢીને તેની અવેજીમાં લસણ, ડુંગળી અને મરચાનો પાક લેતા આ વખતે જિલ્લામાં આ ત્રણેયનું વાવેતર વધ્યું છે. જ્યારે હળદરનો વાવેતર વિસ્તાર 8 હેક્ટર રહ્યો છે. એપ્રિલ 2020થી ઓકટોબર 2020 સુધીમાં રાજકોટ જિલ્લામાં સૂકા મરચાનું વાવેતર 1141 હેક્ટર, લસણ 1371 હેક્ટર, ડુંગળી 3447 હેકટરમાં અને કાકડીનું વાવેતર 2893 હેક્ટરમાં થયું છે. આ વાવેતર એપ્રિલ માસથી લઇને ઓક્ટોબર માસ સુધીનું છે. જ્યારે ગત વર્ષે એટલે કે એપ્રિલ 2019 થી એપ્રિલ 2020 સુધીમાં લસણનું વાવેતર 4430 હેક્ટરમાં સૂકા મરચાનું વાવેતર 820 હેક્ટર અને ડુંગળીનું વાવેતર નોંધાયુ નહોતું. જ્યારે એપ્રિલથી ઓકટોબર માસમાં સુધીમાં ફુલનો વાવેતર રાજકોટ, ગોંડલ, ઉપલેટા, ધોરાજી,જામકંડોરણા અને વીંછિયા મળીને કુલ 14 હેકટરમાં લાલ ગુલાબનું વાવેતર 14 હેકટરમાં, સૂર્યમુખી ફુલનું વાવેતર 30 હેકટરમાં થયું છે.જો કે આ વખતે ભારે વરસાદથી જમીનમાં ભેજ જળવાઈ રહેતા અને પિયતની પૂરતી સુવિધા હોવાથી સમગ્ર સૌરાષ્ટ્રમાં રવીપાકમાં ચણાનું વાવેતર વધ્યું છે. રાજકોટ, મોરબી,જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર એમ પાંચ જિલ્લામાં ચણાનું વાવેતર 1,32,245 હેકટરમાં વાવેતર થયું છે.

વરસાદની અસર ફૂલ, ફળ પાકમાં જોવા મળી છે
વરસાદની અસર ફુલ અને ફળ પાકમાં જોવા મળી છે.તેમાં રોગ જીવાતનું પ્રમાણ વધ્યું છે.મગફળી,કપાસમાં નુકસાની ગયા બાદ ખેડૂતોએ લસણ, ડુંગળી અને મરચાનો પાક લેવાનું વધુ પસંદ કરતા તેનું વાવેતર વધ્યું છે.જો કે હળદરનું નવું વાવેતર ફેબ્રુઆરી મહિનામાં થશે. ત્યારે ઉત્પાદન વધવાની શકયતા છે. - પરબતભાઈ ચૌધરી,બગાયત અધિકારી, રાજકોટ જિલ્લો

કપાસથી નુકસાની જતા ખેડૂતો હળદર તરફ વળ્યા
કપાસના પાકમાં દવાનો છંટકાવ કરવો પડે છે. પરિણામે તેનાથી જમીનને નુકસાન જાય છે.આ નુકસાન ગયા બાદ ખેડૂતો હળદર તરફ વળ્યા છે. દર વર્ષે હળદરનું વાવેતર વધતું જાય છે. 8 મહિના બાદ હળદરનો પાક તૈયાર થાય છે. - ઉપેન્દ્રભાઈ નાથાણી, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો