અકસ્માત:રોમાનિયામાં ચાલુ નોકરીએ ગોંડલના નાના દરબારગઢ પરિવારના યુવાન પર ક્રેન પડતા મોત, એકનો એક પુત્ર ગુમાવ્યો

ગોંડલ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવાનની ફાઇલ તસવીર. - Divya Bhaskar
મૃતક યુવાનની ફાઇલ તસવીર.
  • રોમાનિયા સ્થિત ઇન્ડિયન એમ્બેસીની મદદથી મૃતદેહને અમદાવાદ અને ત્યાંથી ગોંડલ લવાયો હતો

ગોંડલની સરવૈયા શેરી ખાતે રહેતા નાના દરબાર ગઢ પરિવારના એકના એક પુત્ર ઉપર રોમાનિયા ખાતે કંપનીમાં ચાલુ ફરજે ક્રેન પડતા કમકમાટીભર્યું મોત નીપજ્યું છે આ અંગેની જાણ ગોંડલ તેના પરિવારને થતા ઘેરો શોકની લાગણી ફેલાઇ છે. એકનો એક પુત્ર ગુમાવતા પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

યુવાન ત્રણ-ચાર વર્ષથી રોમાનિયામાં કંપનીમાં નોકરી કરતો
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ નાના દરબાર ગઢ પરિવારના જયવીરસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.28) ગોંડલ ખાતે અભ્યાસ પૂર્ણ કરી રોમાનિયાની વોલ્ટર ટોસ્ટો કંપનીમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા. માલસામાન શિફ્ટીંગ દરમિયાન ક્રેન તૂટીને જયવીરસિંહ ઉપર આવી પડી હતી. આથી તેઓ ગંભીર રીતે ઘવાતા સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ગોંડલમાં અંતિમવિધિ કરવામાં આવી
દુર્ભાગ્યપૂર્ણ ઘટના અંગે નાના દરબાર ગઢના વિરેન્દ્રસિંહ જાડેજા અને પુષ્પેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જયવીરસિંહના નિધનના સમાચારથી અમારા પરિવારના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. જયવીરસિંહના મૃતદેહને ગોંડલ લાવવા માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તેમજ રોમાનિયા સ્થિત ઇન્ડિયન એમ્બેસીએ ખાસી મદદ કરી હતી અને વોલ્ટર ટોસ્ટો કંપનીની મદદથી બાય એરકાર્ગો દ્વારા જયવીરસિંહ મૃતદેહને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. બાદમાં મૃતદેહ લાવી અંતિમવિધિ પૂર્ણ કરવામાં આવી હતી.

(હિમાંશુ પુરોહિત, ગોંડલ)