• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • One Year After The Fire At Uday Sivananda Hospital In Rajkot, 6 Patients Of Corona Were Injured, Dhaman Ventilator Responsible, Victim's Family Longing For Justice

અગ્નિકાંડને એક વર્ષ:રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલના અગ્નિકાંડમાં કોરોનાના 6 દર્દી ભડથું થયા હતા, ધમણ વેન્ટિલેટર જવાબદાર, ન્યાયની ઝંખના કરતો પીડિત પરિવાર

રાજકોટએક દિવસ પહેલાલેખક: શુભમ્ અંબાણી
  • 2 મહિના પહેલાં વિધાનસભા સત્રમાં રજૂ થયેલા રિપોર્ટમાં ધમણ વેન્ટિલેટરમાં થયેલા ધડાકાને દોષી ઠેરવાયા હતા

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં 1 વર્ષ પહેલાં આગ લાગી હતી, જેમાં 5 દર્દી ભડથું થઇ ગયા હતા અને એક દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આમ, 6 દર્દીનો ભોગ લેવાતાં કેન્દ્ર સુધી પડઘા પડ્યા હતા. 2 મહિના પહેલાં વિધાનસભા સત્રમાં હોસ્પિટલમાં આગ લાગવા પાછળનું કારણ શું હતું એનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. એમાં અગ્નિકાંડ માટે ધમણ વેન્ટિલેટરમાં થયેલા ધડાકાને દોષી ઠેરવાયા હતા. અગ્નિકાંડમાં ભડથું થયેલા ગોંડલના રસિકલાલ શાંતિલાલ અગ્રાવતના પુત્ર રશ્મિભાઇ અગ્રવાતે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે એ સમયે પણ કહેતા હોસ્પિટલની બેદરકારી છે, જવાબદારોને સજા ન થાય ત્યાં સુધી ન્યાય મળ્યો ન કહેવાય.

અગ્નિકાંડમાં ગોંડલના રસિકલાલ શાંતિલાલ અગ્રાવત ભડથું થઇ ગયા હતા (ઇન્સેટમાં મૃતકની ફાઇલ તસવીર).
અગ્નિકાંડમાં ગોંડલના રસિકલાલ શાંતિલાલ અગ્રાવત ભડથું થઇ ગયા હતા (ઇન્સેટમાં મૃતકની ફાઇલ તસવીર).
રેસ્ક્યૂ-ઓપરેશનની તસવીર.
રેસ્ક્યૂ-ઓપરેશનની તસવીર.
અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી અને રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી અને રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ફાયર સેફ્ટીનાં સાધનો શોભાના ગાઠિયા સમાન બની રહ્યાં.
ફાયર સેફ્ટીનાં સાધનો શોભાના ગાઠિયા સમાન બની રહ્યાં.

અમે સવાત્રણ લાખનો ખર્ચ કર્યો હતો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જવાબદારોને યોગ્ય સજા થવી જોઈએ, અમે કોર્ટમાં પણ એપ્લાય કર્યું છે. અમને 4 લાખની સહાયનું વળતર તો મળી ગયું છે પણ સ્વજન થોડા પાછા આવે. અમે એ સમયે પણ કહેતા હતા કે હોસ્પિટલની બેદરકારી છે, હોસ્પિટલમાં યોગ્ય વાયરિંગ હતું જ નહીં એટલે આ બધું થયું હતું. અમે હોસ્પિટલમાં સવાત્રણ લાખથી વધુ ખર્ચો કર્યો હતો અને મારા ફાધર રસિકભાઈ અગ્રાવતને સારું પણ થઇ ગયું હતું, પરંતુ જ્યાં સુધી જવાબદારોને યોગ્ય સજા નહીં થાય ત્યાં સુધી ન્યાય મળ્યો ન કહેવાય.

ફાયરબ્રિગેડની ટીમે હોસ્પિટલમાં રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી.
ફાયરબ્રિગેડની ટીમે હોસ્પિટલમાં રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી.
દર્દીઓને કોરોના કરતાં આગનો ડર વધારે લાગ્યો હતો.
દર્દીઓને કોરોના કરતાં આગનો ડર વધારે લાગ્યો હતો.

હોસ્પિટલનો સાંકડો દરવાજો અને સાંકડાં પગથિયાંએ અમારા સ્વજનોને મોતને ઘાટ ઉતાર્યા
મૂળ મોરબીના નીતિન મણિલાલ બદાણી પણ આ અગ્નિકાંડમાં ભડથું થયા હતા. નીતિનભાઈના પુત્ર અંકિતભાઈ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે પપ્પા સાથે રાતે નવ વાગ્યે વીડિયો કોલમાં વાત થઈ હતી અને તેમણે કહ્યું હતું કે હવે બધા સૂઈ જાઓ, સવારે વાત કરીશું, પરંતુ અમને શું ખબર કે પપ્પા રાત્રે સૂઈ ગયા, સવારે ઊઠશે જ નહીં. મૃતક દર્દીનાં સગાંએ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પાસે આવી પહોંચ્યા હતા અને પોતાનાં સગાંનો અંતિમ ચહેરો જોવા માટે રાહ જોઈ રહ્યા છે. સાંકડો દરવાજો અને સાંકડાં પગથિયાંને કારણે અમારા સગા મોતને ભેટ્યા હતા.

ઉદય શિવાનંદ હોસ્પિટલમાં 33 દર્દી સારવાર હેઠળ હતા
ઉદય શિવાનંદ હોસ્પિટલમાં કુલ 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા, જેમાં 11 ICUમાં અને 22 જનરલ વોર્ડમાં હતા. 33માંથી 5નાં મોત નીપજ્યાં હતાં, જ્યારે બચી ગયેલા 28માંથી 23ને કુવાડવા રોડ પરની ગોકુલ હોસ્પિટલમાં અને બાકીના 6ને વિદ્યાનગર રોડ પરની ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે સારવાર દરમિયાન વધુ એક દર્દીનું મોત નીપજતાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો હતો.

પરિવારજનોએ આક્રંદ કર્યો હતો.
પરિવારજનોએ આક્રંદ કર્યો હતો.
આગની ઘટના બાદ હોસ્પિટલના વોર્ડની અંદરની તસવીર.
આગની ઘટના બાદ હોસ્પિટલના વોર્ડની અંદરની તસવીર.

ત્રણ દર્દી ICUમાં જ ભડથું થયા હતા અને 3 દર્દીએ સારવાર દરમિયાન દમ તોડ્યો

1. નીતિનભાઈ મણિલાલ બદાણી (ઉં.વ.61)
નીતિનભાઈ મોરબીના સનાળા બાયપાસ પાસે આવેલા ઈસ્કોન ફ્લેટમાં રહેતા હતા. તેઓ નિવૃત્ત જીવન ગાળતા હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને મોરબી અને બાદમાં રાજકોટ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલનાં પગથિયાં પણ અગ્નિકાંડની ભયાનકતા રજૂ કરે છે.
હોસ્પિટલનાં પગથિયાં પણ અગ્નિકાંડની ભયાનકતા રજૂ કરે છે.
હોસ્પિટલ આગમાં ખાખ થઇ ગઇ હતી.
હોસ્પિટલ આગમાં ખાખ થઇ ગઇ હતી.

2. રામશીભાઈ મોતીભાઈ લોહ (ઉં.વ.62)
રામશીભાઈ જસદણના અર્જુન પાર્કમાં રહેતા હતા. તેઓ નિવૃત્ત ASI તરીકે જિંદગી પસાર કરી રહ્યા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા

પરિવારજનોએ હૈયાફાટ રુદન કર્યું હતું.
પરિવારજનોએ હૈયાફાટ રુદન કર્યું હતું.

3. રસિકલાલ શાંતિલાલ અગ્રાવત (ઉં.વ.69)
રસિકલાલ ગોંડલમાં રહેતા હતા. તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને રાજકોટ ખસેડાયા હતા, પરંતુ કોરોનાની સારવાર કારગત નીવડે એ પહેલાં તેઓ આગમાં ભડથું થઈ ગયા હતા. રસિકલાલ ગોંડલ ઉદ્યોગ ભારતીમાં નોકરી કરતા હતા અને છેલ્લાં આઠ વર્ષથી નિવૃત્ત જીવન જીવવાની સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયા હતા. રામાનંદી સાધુ સમાજમાં પ્રમુખ તરીકે રહી સમાજની સેવા પણ કરી હતી. હાલ તેમના પુત્ર રશ્મિનભાઈ અગ્રાવત વિશ્વ હિન્દુ પરિષદમાં ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. જ્યારે નાના પુત્ર મયુરભાઈ ગ્રાફિક ડિઝાઇન પ્રિન્ટિંગનો બિઝનેસ કરી રહ્યા છે.

મોરબીના નીતિનભાઈના પુત્ર અંકિતભાઈએ હોસ્પિટલ પર આક્ષેપો કર્યા હતા
મોરબીના નીતિનભાઈના પુત્ર અંકિતભાઈએ હોસ્પિટલ પર આક્ષેપો કર્યા હતા

4. સંજયભાઈ અમૃતલાલ રાઠોડ (ઉં.વ.57)
સંજયભાઈ રાજકોટના પ્રહલાદ પ્લોટમાં કેદાર કૃપામાં રહેતા હતા. તેમનો 24 નવેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આગ લાગ્યા પછીના ICU વોર્ડની તસવીર.
આગ લાગ્યા પછીના ICU વોર્ડની તસવીર.

5. કેશુભાઈ લાલજીભાઈ અકબરી (ઉં.વ.50)
કેશુભાઈ રાજકોટના સામાકાંઠે ન્યૂ શક્તિ સોસાયટીમાં અંકુર પાનવાળી શેરીમાં આડા પેડક રોડ પર રહેતા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને અગ્નિકાંડ બાદ અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમણે દમ તોડી દીધો હતો.

મૃતદેહોને બહાર કાઢવામાં ફાયરબ્રિગેડને ખૂબ મુશ્કેલી પડી હતી.
મૃતદેહોને બહાર કાઢવામાં ફાયરબ્રિગેડને ખૂબ મુશ્કેલી પડી હતી.

6. થાવરભાઈ મહેશ્વરી (ઉં.વ.60)
આગની ઘટનામાં ગંભીર રીતે દાઝી જતાં ગાંધીધામના 66 વર્ષના દર્દી થાવરભાઈ મહેશ્વરી નામની વ્યક્તિને ગોકુલ હોસ્પિટલમાં ICU વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સારવાર લઈ રહ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...