તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:રાજકોટમાં દિવાળીની તહેવારમાં તસ્કરો બેફામ, મહિલાએ જ્વેલર્સમાં પેન્ડલની ચોરી કરી, ઘટના CCTVમાં કેદ

રાજકોટ5 મહિનો પહેલા
રાજકોટમાં જ્વેલર્સમાં મહિલાએ સોનાના પેન્ડલની ચોરી કરી તે CCTVમાં કેદ થઈ - Divya Bhaskar
રાજકોટમાં જ્વેલર્સમાં મહિલાએ સોનાના પેન્ડલની ચોરી કરી તે CCTVમાં કેદ થઈ
  • પીળા દુપટ્ટો મોઢે બાંધી જ્વેલર્સમાં આવનાર મહિલાએ ચપળતાથી ચોરી કરી લીધી

રાજકોટના પેલેસ રોડ પર આવેલા શ્રીજી જ્વેલર્સમાં એક મહિલાએ ચપળતાથી પેન્ડલની ચોરી કરી હતી. જો કે, આ મહિલા ચોરી કરતી જ્વેલર્સના સીસીટીવીમાં કેદ થઈ હતી. હાલ દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે. ત્યારે સોની બજારમાં સોના-ચાંદીની ખરીદી કરવા આવતા લોકોમાં ગઠિયાઓ પણ લાભ લઈ લે છે. જો કે, હવે મહિલાઓ પણ ચપળતાથી ચોરી કરી લે છે.

મહિલાએ સોનાનું પેન્ડલ હાથમાં રહેલા પર્સ નીચે છૂપાવી દીધું હતું
સીસીટીવીમાં શ્રીજી જ્વેલર્સમાં કામ કરતો વ્યક્તિ મહિલાઓને સોનાના દાગીના બતાવી રહ્યો છે. ત્યારે એક પીળા કલરની ચુંદડી મોઢે બાંધી એક મહિલા પ્રવેશ કરે છે. બાદમાં તે ટેબલ પાસે આવીને ઉભી રહી જાય છે. જ્વેલર્સમાં કામ કરતો વ્યક્તિની નજર હટતા જ આ મહિલા ટેબલ પર પડેલા સોનાના પેન્ડલને એક હાથે ઉઠાવી બીજા હાથમાં રહેલા પર્સ નીચે છૂપાવી દે છે. જો કે, આ ચોરી સીસીટીવીમાં કેદ થઈ છે. જ્વેલર્સના માલિકે આ અજાણી મહિલા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

બે મહિના પહેલા ચડ્ડી-બનીયાનધારી ગેંગે કારખાનામાંથી રિવોલ્વર ચોરી કરી હતી
બે મહિના પહેલા રાજકોટના કુવાડવા GIDCમાં ચડ્ડી-બનીયાનધારી ગેંગ ચોરી કરવા કરવા આવી હતી. જેમાં એક કારખાનામાંથી લાયસન્સવાળી રિવોલ્વરની ચોરી કરી હતી. આ દ્રશ્યો કારખાનાના CCTVમાં કેદ થઈ ગયા હતા. જો કે આ ગેંગની પોલીસે ધરપકડ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો