તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:લોઠડા પાસે બે કાર અથડાતાં એકનું મોત, 3ને ઇજા પહોંચી

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજકોટના લોઠડા ગામ નજીક મંગળવાર રાત્રીના બે કાર અથડાતાં એક કારચાલકનું મોત જયારે અન્ય કારના ચાલક તેમજ બે વ્યક્તિને સામાન્ય ઇજા થઇ છે.

કોટડાસાંગાણી ગામે રહેતા મોહસીન મદતઅલી જેઠાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, પિતા મદતઅલી અને અન્ય એક ભાઇ અલનવાઝ કામ સબબ રાજકોટ આવ્યા હતા. કામ પતાવી રાતે પરત ગામ જઇ રહ્યા હતા. ત્યારે લોઠડા નજીક પહોંચતા સામેથી આવેલી કાર તેમની કાર સાથે અથડાઇ હતી. જેને કારણે પિતાને માથા, પેટ, છાતીમાં ગંભીર ઇજા થઇ હતી. તેમજ પોતાને અને ભાઇને સામાન્ય ઇજા થઇ હતી. જ્યારે સામેની કારના ચાલકને પણ ઇજા થઇ હતી.

અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પિતા મદતઅલીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ તપાસમાં અકસ્માતમાં ઘવાયેલા અન્ય કારનો ચાલક નાના વડાળાનો જય હસમુખભાઇ મારકણા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મોહસીનની ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...