તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:શંકાસ્પદ નશીલા દ્રવ્યના જથ્થા સાથે એક પકડાયો

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પરીક્ષણ માટે જથ્થો FSLમાં મોકલાયો

શહેરની ભાગોળેથી પોલીસે વધુ એક શખ્સને શંકાસ્પદ નશીલા પદાર્થના જથ્થા સાથે પકડી પાડયો છે.

કુવાડવા રોડ હાઇવે પર ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એમ.વી.રબારી સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે માલિયાસણના બસ સ્ટેન્ડ પાસે શંકાસ્પદ શખ્સ જોવા મળ્યો હતો. તેની પૂછપરછ કરતા તે રામનાથપરા-15નો વસીમ અશરફ મુલતાની હોવાનું જણાવ્યું હતુ. તેની તલાસી લેતા કંઇ મળી આવ્યું ન હતું. પરંતુ ચપ્પલની તલાસી લેતા નીચે પ્લાસ્ટિકની કોથળી સંતાડેલી જોવા મળી હતી. જેમાં તપાસ કરતા અંદરથી લાઇટ બ્રાઉન કલરનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ કોઇ નશીલો પદાર્થ હોવાનું લાગતા વસીમની પોલીસે અટકાયત કરી ક્રાઇમ બ્રાંચ લઇ જવાયો હતો. શંકાસ્પદ જથ્થો 103.650 ગ્રામ હોવાનું જાણવા મળ્યુ હતુ. પોલીસે વસીમ સામે અટકાયતી પગલાની કાર્યવાહી કરી શંકાસ્પદ જથ્થો ઉપરાંત એક જોડી ચપ્પલ, એક મોબાઇલ અને રોકડા રૂ.1460 મળી કુલ રૂ.11,460નો મુદામાલ કબજે કર્યો છે. પોલીસે કબજે કરેલો શંકાસ્પદ નશીલા દ્રવ્યનો જથ્થો પરિક્ષણ માટે ગાંધીનગર એફએસએલ ખાતે મોકલી અપાયો છે. પકડાયેલો આરોપી વસીમ અગાઉ ચોરીના ગુનામાં પકડાઇ ચૂકયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો