તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ખેતરમાં દાટેલી દારૂની 114 બોટલ સાથે એક પકડાયો

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બૂટલેગરો તેમજ દારૂના ધંધાર્થીઓ પર બાજનજર રાખી રહેલી પોલીસે વધુ એક દરોડામાં 38 હજારના કિંમતનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે. શહેરની ભાગોળે રૈયા ગામ પાસે રૈયા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાછળ ખેતર વાવતા જયરાજ વિરજી રોજાસરા અને રૈયા ગામના વિજય અનિલ વાણિયાએ ખેતરમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની યુનિવર્સિટી રોડ પોલીસને માહિતી મળી હતી.

જે માહિતીના આધારે પીએસઆઇ એ.બી.જાડેજા સહિતના સ્ટાફે ગત મોડી રાતે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન વાડીમાંથી વિજય વાણિયા મળી આવ્યો હતો. ખેતરમાં દારૂ હોવાની ચોક્કસ માહિતી હોય પોલીસે વિજયની આકરી પૂછપરછ કરતા તેને અને જયરાજે ખેતરની જમીનમાં દાટેલી વિદેશી દારૂની 114 બોટલ કાઢી આપી હતી. પોલીસે દારૂ, બે બાઇક મળી એક લાખનો મુદ્દામાલ કબજે કરી વિજયની ધરપકડ કરી હતી તેમજ જયરાજ રોજાસરાને પકડવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...