તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેન વ્યવહાર ખોરવાયો:રાજકોટ ડિવિઝનની એક ટ્રેન રદ, બે ટ્રેનના સમય બદલાયા

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર જિલ્લામાં આવેલ અલિયાબાડા અને જામવંથલી વચ્ચે રેલવે ટ્રેકનું ધોવાણ થતાં ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. જેના કારણે રાજકોટ ડિવિઝનની એક ટ્રેન રદ કરાઈ હતી જ્યારે બે ટ્રેન સમય કરતા એકથી બે કલાક મોડી ચાલી રહી હતી. અલિયાબાડા અને જામવંથલી વચ્ચે ભારે વરસાદને કારણે રેલવે ટ્રેકનું ધોવાણ થયું હતું. રેલવેના એન્જિનિયર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી રાત સુધીમાં ટ્રેકનું સમારકામ કરી દેવામાં આવ્યું હતું અને ટ્રેકને રાબેતા મુજબ શરૂ કરી દેવાયો હતો.

ટ્રેકના ધોવાણના કારણે રાજકોટ ડિવિઝનની ત્રણ ટ્રેનને અસર પહોંચી હતી. 14 સપ્ટેમ્બરના રોજ ઓખા-ભાવનગર ટ્રેન ઓખાના બદલે રાજકોટથી ભાવનગર વચ્ચે તેમના નિર્ધારિત સમય રાતે 9.30 વાગ્યે દોડાવાઈ હતી. આમ ઓખા-રાજકોટ વચ્ચેની ટ્રેન રદ રહી હતી. જ્યારે ઓખા-મુંબઈ સૌરાષ્ટ્ર મેલ સવારે 11.05 વાગ્યાના બદલે બપોરે 01.05 કલાકે ઓખાથી ઉપડી હતી. આમ 2 કલાક આ ટ્રેન સમય કરતા મોડી દોડી હતી. રામેશ્વરમથી ઉપડતી 06734 ઓખા-રામેશ્વરમ ટ્રેન સવારે 8.30 કલાકના બદલે સવારે 9.30 કલાકે રવાના થઈ હતી. જેથી આ ટ્રેન પણ 1 કલાક સમય કરતા મોડી ચાલી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...