રાજકોટ શહેરમાં ગઈકાલે એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. જ્યારે આજે બે પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. આજે 3 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જ્યારે સારવાર હેઠળ રહેલા દર્દીની સંખ્યા 3 થઈ છે. તેમજ શહેરમાં આજ સુધીમાં કોરોનાના કુલ 63712 કેસ નોંધાયા છે અને 63210 લોકો સ્વસ્થ બન્યા છે.
ગરમીમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો
રાજકોટ મનપાએ 23થી 29મે સુધીના ઋતુજન્ય રોગચાળાના સત્તાવાર આંકડા જાહેર કર્યા છે. આ એક અઠવાડિયાના સમયગાળામાં શહેરની અંદર શરદી-ઉધરસના 199, સામાન્ય તાવના 81, ઝાડા-ઊલટીના 101, ટાઈફોડ તાવના 5 અને કમળાના 6 કેસ નોંધાયા હતા. બીજી તરફ મચ્છરજન્ય રોગચાળાની વાત કરવામાં આવે તો ચાલુ વર્ષમાં ડેન્ગ્યુના 9, મેલેરિયાના 6 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ બદલ 413 વ્યક્તિને નોટિસ
શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર વ્યક્તિને સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહીવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 394 બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટીપ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરીની મચ્છર ઉત્પતિ બદલ તપાસ કરવામાં આવી હતી. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ બદલ 413 વ્યક્તિને નોટિસ આપવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.