તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:આટકોટમાં બિલ વગરના યુરિયા ખાતરની 50 થેલી ઝડપાઇ, એક શખ્સની ધરપકડ

રાજકોટ6 મહિનો પહેલા
પોલીસે બિલ વગરના યુરિયા ખાતરના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ.
  • ગ્રામ્ય SOGએ બાતમીના આધારે યુટિલિટીમાંથી 45 કિ.ગ્રા.ની 50 થેલી કબ્જે કરી

આટકોટ વિસ્તારમાંથી ગ્રામ્ય SOGએ બાતમીના આધારે બિલ વગરના શંકાસ્પદ યુરીયા ખાતરની 50 થેલી ભરેલી યુટિલિટી સાથે કોટડાસાંગાણીના શખ્સને ઝડપી પાડી હતી. 13 હજારની કિંમતનો યુરીયા ખાતરનો જથ્થો કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આટકોટમાં જસદણ ચોકડી પાસે વોચ ગોઠવી
રાજકોટ ગ્રામ્ય SOG PI એ.આર.ગોહીલ તથા PSI એચ.એમ.રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ જસદણ-આટકોટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન જસદણથી આટકોટ તરફ આવતી યુટિલિટીમાં બિલ વગરનો શંકાસ્પદ યુરીયા ખાતરનો જથ્થો ભરેલો હોવાની બાતમીના આધારે આટકોટમાં જસદણ ચોકડી પાસે વોચ ગોઠવી હતી.

પોલીસે 3,13,325નો મુદ્દામાલ કબ્જે કર્યો
જસદણ ચોકડીએ પસાર થતી મહિન્દ્રા મેક્સી યુટિલિટીને રોકી તેના ચાલક વિજય મેરુભાઈ ચોરીયા પાસે ગાડીમાં ભરેલા ખાતરના આધાર પુરાવા કે બિલ રજૂ કરવાનું કહેતાં તેની પાસે કોઈ આધાર પૂરાવા ન હોવાથી પોલીસે ગાડીમાં ભરેલો કૃમિકો યુરીયાનો 45 કિગ્રાની 50 થેલી તથા યુટિલિટી મળી કુલ રૂ. 3,13,325નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ચાલક વિજય મેરુ ચોરીયા વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(કરસન બામટા, આટકોટ)