રાજકોટ / શાપરમાં શિવ મંદિરમાં નંદીને લાત મારતા શખ્સનો વીડિયો વાઇરલ, પોલીસે બે શખ્સો સામે ફરિયાદ નોંધી

શિવ મંદિરમાં શખ્સની અસામાજિક પ્રવૃતી
X

  • વીડિયોથી લોકોની લાગણી દુભાતા શખ્સ સામે ફિટકાર
  • શિવસેનાએ આ શખ્સો વિરૂદ્ધ સત્વરે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને આવેદન પાઠવ્યું

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 04:45 PM IST

રાજકોટ. રાજકોટ નજીક શાપર-વેરાવળમાં લોકોની ધાર્મિક લાગણી દુભાતો ટીકટોક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં હિન્દી ગીત ઇસ્ક હૈ ગીત પર એક શખ્સ શિવમંદિરમાં એક્શન કરતો નજરે પડે છે.  સીગારેટ પીતા પીતા નંદીને લાત મારી તેને ઉખાડી નાંખે છે. બાદમાં આ શખ્સ મંદિરના બંધ દરવાજા પર જોરથી લાત મારે છે. આથી લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસે આ અંગે બે શખ્સો સામે ફરિયાદ નોંધી છે. 

શાપરમાં જ રહેતા બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ
શાપર-વેરાવળ પોલીસે વીડિયો બનાવનાર અને નંદીને લાત મારનાર બે શખ્સો સામે ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી છે. આ બે શખ્સોમાં શાપરનામાં જ રહેતા જયેશ ચુડાસમા અને દિનેશ મહિડા વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે. આ વીડિયોથી લોકોની લાગણી દુભાઇ છે અને આ શખ્સ સામે ફિટકાર વરસાવી રહ્યા છે.

શિવસેનાએ આ અંગે પોલીસ કમિશનરને આવેદન પાઠવ્યું 
શિવસેના રાજકોટના જીમ્મી અડવાણીએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વહેતો થયેલ 1 વીડિયોમાં કોઇ વ્યક્તિ જે શિવ મંદિરમાં નદીને લાત મારી અપમાનિત કરે છે. આથી હિન્દુ ધર્મની લાગણી દુભાય એવું આ કૃત્ય શિવસેના સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે. આમાં સામેલ તમામ લોકો પર સત્વરે પગલાં લેવા આવેદન આપી રજૂઆત કરાય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી