હુમલો:રાજકોટમાં દબાણ હટાવ શાખાના કર્મચારી પર છરી વડે હુમલો, ત્રણ-ત્રણ પોલીસકર્મી હાજર હોવા છતાં આરોપીએ ગાળ બોલી દાદાગીરી કરી

રાજકોટએક વર્ષ પહેલા
રાજકોટ મનપાની દબાણ હટાવ શાખા પર હુમલો કરતા લારીધારકને લોકોએ જાહેરમાં ફટકાર્યો - Divya Bhaskar
રાજકોટ મનપાની દબાણ હટાવ શાખા પર હુમલો કરતા લારીધારકને લોકોએ જાહેરમાં ફટકાર્યો
  • હુમલો કરી લારીધારક ફરાર થઈ ગયો હતો અને પોલીસે ગણતરીની મિનીટમાં પકડી પાડ્યો

રાજકોટના નાનામવા રોડ પર આજે મનપાની દબાણ હટાવ શાખા પર લારીધારકે હુમલો કરી દીધો હતો. લારીધારક નવાઝ નામના શખ્સે દબાણ હટાવ શાખાની ટીમ પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વિજિલન્સ પોલીસના કર્મચારી રાણાને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હુમલો કર્યા બાદ નવાઝ ફરાર થઈ ગયો હતો. પરંતુ લોકોએ નવાઝને પકડી પાડી જાહેરમાં પોલીસની હાજરીમાં માર માર્યો હતો.

પોલીસે ગણતરીની મિનીટમાં આરોપીને ઝડપી લીધો
પોલીસે ગણતરીની મિનીટમાં આરોપીને ઝડપી લીધો

વિજિલન્સ પોલીસની ટીમ પર છરીથી હુમલો કરતા નાસભાગ મચી હતી
લારીધારક નવાઝે વિજિલન્સ પોલીસની ટીમ પર છરી વડે હુમલો કર્યો ત્યારે રસ્તા પર પસાર થતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. નવાઝ છરીથી હુમલો કરી નાસીને એક મકાનમાં ઘૂસી ગયો હતો. બાદમા પોલીસ કાફલો તેની પાછળ દોડી ગયો હતો. બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જો કે, પોલીસે ગણતરીની મિનીટમાં જ આરોપી નવાઝને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. નવાઝને પોલીસ સ્ટેશન લઈ જઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

એક મહિના હિના પહેલા રેસ્ટોરન્ટમાં અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો
રાજકોટમાં માધાપર ચોકડી નજીક સિનર્જી હોસ્પિટલ સામે આવેલા રાજભોગ રેસ્ટોન્ટમાં એક મહિના પહેલા કેટલાક શખ્સો જમવાનું કેમ નથી? કહીને રેસ્ટોરન્ટના કર્મચારી અને સંચાલકના પુત્ર સાથે માથાકૂટ કરી હતી. જેથી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા અજાણ્યા શખ્સો જતાં રહ્યાં હતાં. બાદમાં થોડીવાર પછી ફરીથી આવ્યા હતાં અને મોટા પથ્થરોના ઘા કરી ધમાલ મચાવી હતી. આ દરમિયાન 1ને ઈજા થતાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે હુમલાની આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. બાદમાં પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતા.