રાજકોટ શહેરમાં બાંધકામ અને ડિમોલિશન દરમિયાન એકઠા થતા કચરા ભરવા માટે જે વાહનો આવે છે તે શહેરમાં કોઇ પણ જગ્યાએ કચરો ફેંકી દે છે જેથી તેમને વધુ પ્રમાણમાં ઈંધણ ન બગડે પણ આ નફાખોરીને કારણે શહેરની આસપાસના નદી નાળાઓમાં પુષ્કળ પ્રમાણમાં ભરતી જમા થતા પાણીના કુદરતી વહેણ અટકી ગયા છે માત્ર એટલું જ નહિ ઘણી જગ્યાએ કચરો રોડ સુધી પહોંચી ગયો છે. જેને લઈને મનપા આવા વાહનો પકડીને સીધા આરટીઓને હવાલે કરવા કરી રહી છે તેમાં વધુ એક ટ્રેક્ટર પકડાયું છે.
મનપાના જણાવ્યા અનુસાર GJ 03 EA 6675 નંબરનું ટ્રેક્ટર કે જે નાથા જાદવ મકવાણાનું છે તેને આરટીઓને હવાલે કરાયું છે. બાંધકામ વેસ્ટના નિકાલ માટે મનપાએ કોઠારિયા પોલીસ ચોકીની બાજુમાં, પથ્થરની ખાણ પાસે, રૈયા સ્માર્ટ સિટીના તમામ ખાણ વિસ્તાર, સાઉથ અટિકા વિસ્તાર પીજીવીસીએલ ઓફિસ પાસે, ટી.પી. સ્કીમ નં. 23 પ્લોટ નંબર 23, મોરબી રોડ, પોપટપરા આઈઓસી ગોડાઉન પાસે, એસ.ટી. વર્કશોપ પાછળ, ટી.પી. સ્કીમ નં. 9 પ્લોટ નં.5, રૈયાધાર ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન પાસે સહિતના સ્થળ નિર્ધારિત કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.