તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાળમુખો કોરોના:રાજકોટમાં વધુ એક પોલીસમેનનો કોરોનાની મહામારીએ ભોગ લીધો,હજુ 150થી વધુ પોલીસકર્મીઓ કોરોનાગ્રસ્ત

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં આજ સુધીમાં 3 પોલીસમેનના કોરોનાથી મૃત્યુ

રાજકોટ શહેર પોલીસ બેડાના વધુ એક પોલીસમેનનો ગઇકાલે કોરોનાએ ભોગ લીધો છે. પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતાં ASI રણવિરસિંહ દીલીપસિંહ જાડેજાનું કોરોનાથી મોત નિપજતાં પોલીસ બેડામાં શોક વ્યાપી ગયો હતો. તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ગાર્ડ ઓફ ઓનર એટલે કે શોક સલામી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હજુ પણ 150થી વધુ પોલીસકર્મીઓ કોરોનાગ્રસ્ત છે.

સારવાર દરમ્યાન જ અધિકારીનું કોરોનાથી નિધન થયું
શહેરમાં પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવતાં કોન્સ્ટેબલ પ્રધ્યુમનસિંહ ગોહિલનો કોરોનામાં સૌપ્રથમ ભોગ લેવાયો હતો. થોડા સમય પહેલા જ બી-ડિવિઝનના ASI અમૃત રાઠોડ પણ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હતા. હવે ત્રીજા પોલીસમેન રણવિરસિંહ જાડેજા કોરોના સામે જંગ હારી ગયા છે.તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ઘણાં સમય પહેલા પેરેલીસીસનો હુમલો આવી ચુકયો છે. કોરોનાને કારણે છેલ્લા કેટલા દિવસથી ઘરે આઈસોલેટ હતા કારણ કે પેરેલીસીસને કારણે સિવિલમાં સારવાર અપાવી શકય ન હોવાથી ઘરે જ સારવાર લેતા હતા. અને સારવાર દરમ્યાન જ આજે તેમનું નિધન થયું છે.

કોરોના પિતા, પુત્ર અને પુત્રીને ભરખી ગયો
કાળમુખો અને કાતિલ બનેલો કોરોના અનેક પરિવારોને વેરવિખેર કરી નાખ્યા છે. 16 દિવસ પહેલા આ જ રીતે રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના એસ.આર.પી. કોન્સ્ટેબલ જિતેન્દ્ર સૂર્યવંશી, તેનાં પિતા તથા બહેનનાં કોરોનાને કારણે એક જ દિવસે મોત થયાં છે, જેને પગલે એસઆરપી કેમ્પમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પિતા-પુત્રી અને પુત્રનાં અલગ અલગ રાજ્યમાં મોત થયાં છે. જિતેન્દ્ર સૂર્યવંશીનું તામિલનાડુમાં, જ્યારે તેના પિતા અને બહેનનું મહારાષ્ટ્રમાં મોત થયાં છે. ગોંડલ એસઆરપી ગ્રુપ 8ના કોન્સ્ટેબલ જિતેન્દ્રભાઇ દોલતભાઇ સૂર્યવંશી તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીને લઈ ત્યાં ફરજ પર હતા. આ દરમિયાન તેમની તબિયત લથડતાં અને કોરોના પોઝિટિવ આવતાં તામિલનાડુની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો