તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લો બોલો!:રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વધુ એક મોબાઇલ મળ્યો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિવાદનો પર્યાય બની ગયેલી રાજકોટ મધ્યસ્થ જેલમાં વધુ એક મોબાઇલ મળતા રાબેતા મુજબની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ચકલું પણ ફરકી ન શકે તેવી સિક્યુરિટીના પોકળ દાવા વચ્ચે જેલમાંથી મોબાઇલ મળવાના બનાવો તંત્ર માટે સામાન્ય બની ગયા છે. ત્યારે મધ્યસ્થ જેલના જેલર ગ્રૂપ-2 કે.એમ.સાધુએ નોંધાવેલી ફરિયાદ મુજબ, મંગળવારે બપોરે જેલના હવાલદાર ખીમાભાઇ કેશવાલા મંગળવારે બપોરે યાર્ડ-8 પાસે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તેવા સમયે ત્યાંથી સીમકાર્ડ વગરનો બેટરી સાથેનો મોબાઇલ મળી આવ્યો હતો. યાર્ડ 8 પાસેની બેરેકમાં રહેલા કેદીઓને મોબાઇલ અંગે પૂછતા તેમને મોબાઇલ કોનો છે તે ખબર નહીં હોવાનું કહ્યું હતુ. જેથી અજાણ્યા કેદી સામે ફરિયાદ નોંધાવતા પીએસઆઇ બી.વી.બોરીસાગરે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...